Home News વોટ્સએપ મેસેજને લઈ કોઈ અઘટિત ઘટના ન બને તેની તકેદારી રાખવા પોલીસને...

વોટ્સએપ મેસેજને લઈ કોઈ અઘટિત ઘટના ન બને તેની તકેદારી રાખવા પોલીસને સૂચના

ફેસ ઓફ નેશન, 02-04-2020 : હાલ અનેક લોકોના વોટ્સએપમાં ઉપરોક્ત મેસેજ ફરી રહ્યો છે. આ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, “કોઈપણ મુસ્લિમ શાકભાજીની લારીઓ વાળા, ફળફળાદી વાળા ફેરિયાઓ આવે તો કોઈપણ પ્રકારે તેની પાસેથી ખરીદી કરવી નહીં તથા તેઓ હિન્દૂ વિસ્તારમાં આવી થુંકી થુંકીને કોરોના ફેલાવવાનું જેહાદી કૃત્ય કરી રહ્યા છે. માટે સચેત રહેવું” આ મેસેજની ગંભીરતા લઈને તમામ પોલીસ સ્ટેશનનોને સૂચના આપી દેવામાં આવી છે કે વિસ્તારમાં કોઈ પણ અઘટિત ઘટના ન ઘટે તેનું ધ્યાન રાખવું. લોકો વોટ્સએપ ઉપર અનેક પ્રકારના મેસેજીસ ફોરવર્ડ કરી રહ્યા છે જેને લઈને પોલીસ બાજ નજર રાખી રહી છે અને જે પણ વ્યક્તિ કાયદો અને પરિસ્થિતિની વ્યવસ્થા નથી જાળવતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”

Exclusive : મરકજની ઈજતેમાંની સનસનીખેજ વિગતો, જેની વિચારધારાનું અનુકરણ લાદેન કરતો હતો