ફેસ ઓફ નેશન, 06-04-2020 : પોલીસ પ્રજા માટે હાલ પરિવારને સાઈડમાં રાખીને ફરજ બજાવી રહી છે છતાં પ્રજા માટે એવા કામો કરે છે અને તંત્ર તેમને સસ્પેન્ડ કરી દે છે. બોપલ પીઆઈએ સ્થાનિકોની માંગને લઈને એક સોસાયટીમાં ડીજેનું આયોજન કર્યું હતું અને ગરબા કર્યા હતા. આ ગરબામાં સોશિયલ ડિસ્ટન્સીનો અમલ કરવામાં આવ્યો ન હોવાના આક્ષેપ થયા હતા. જો કે આ વિડીયો વાયરલ થતા તંત્રએ કાર્યવાહી કરીને પીઆઇને સસ્પેન્ડ કરી દીધા હતા. ઘરમાં પુરાઈ રહેલી પ્રજાના મનોરંજન હેતુથી કરેલી કામગીરીએ ખુદ પીઆઈને સસ્પેન્સનનું ઇનામ અપાવ્યું હતું, હવે જે પ્રજા માટે પોલીસે કામગીરી કરી તે પ્રજા એમના સસ્પેન્સન રોકવા માટે આગળ આવશે ખરા ?
બોપલ પીઆઇ વિરુદ્ધ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ખોટી છે, આમ જ જો કાર્યવાહી થશે તો પોલીસનું મોરલ ડાઉન થઇ જશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. પીઆઇએ એવો કોઈ મોટો ગુનો નથી કર્યો કે જેને લઈને સસ્પેન્ડ કરી દેવાની તંત્રને જરૂર પડે.
તાજેતરમાં અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઆઇએ શાકની લારીઓ ઉંધી પાડી દીધી હોવાનો વિડીયો વાયરલ થતા તંત્રએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે લોકો એ સમજતા નથી કે છેલ્લા ઘણા સમયથી પોલીસ પ્રજાના હિત માટે, લોકોના સ્વાસ્થ્ય માટે રસ્તાઓ ઉપર ફરજ બજાવી રહી છે તેમ છતા લોકો માનતા નથી અને લોકડાઉનનું કે પોલીસની સૂચનાનું પાલન કરતા નથી પરિણામે સતત બંદોબસ્તમાં વ્યસ્ત રહેતી પોલીસને માનસિક તણાવ આવી જાય છે અને કાયદાનો ભંગ કરતા લોકોને પાઠ ભણાવે છે તેવામાં કોઈ વિડીયો ઉતારીને વાયરલ કરી દે તો તેને સસ્પેન્સનનો સામનો અને ખાતાકીય કાર્યવાહીનો સામનો કરવો પડે છે. હાલ પોલીસ તંત્ર દંડા કે કાયદાના કોરડા વીંઝે છે તો તે કોની સુરક્ષા માટે ? નથી પોલીસનું શેર લોહી ચઢવાનું કે નથી તેમના પરિવારને મેડલ મળી જવાનો. પરંતુ છેલ્લા ઘણા સમયથી દેશ જે મહામારીનો સામનો કરી રહ્યો છે તેનાથી પ્રજાને બચાવવા માટે પોલીસ આક્રમક થઈ રહી છે. આવા સમયે તેમને પડતી તકલીફો માટે કોઈ આગળ આવતું નથી જે ખુબ જ શરમજનક બાબત છે.
કોરોનાથી 11 દિવસ બાદ સ્વસ્થ થઈને ઘરે જતા વૃધ્ધે SVP હોસ્પિટલ વિષે શું કહ્યું ?, જુઓ Video
કોરોનાથી 11 દિવસ બાદ સ્વસ્થ થઈને ઘરે જતા વૃધ્ધે SVP હોસ્પિટલ વિષે શું કહ્યું ?, જુઓ Video
Exclusive : અમદાવાદમાં સેવા કરવા જતા હતા એ જ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો !