Home Religion હિંમતનગરમાં રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થતાં ટિયરગેસના 5 શેલ છોડાયા; આણંદમાં 7થી...

હિંમતનગરમાં રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થતાં ટિયરગેસના 5 શેલ છોડાયા; આણંદમાં 7થી 8 દુકાનોમાં આગચંપી

Face Of Nation 10-04-2022 : સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે એક વાર કાબૂમાં આવેલા પથ્થરમારા વચ્ચે ફરી પથ્થરમારાનો બનાવ બન્યો છે. સાબરકાંઠાના એસપીને પથ્થરમારામાં ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. તો આણંદના ખંભાતમાં પણ આગચંપીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. હિંમતનગરના છાપરિયા રામજી મંદિરથી રામનવમીને લઈને નીકળેલી શોભાયાત્રા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ બંને જૂથવચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના 5 સેલ છોડ્યા હતા. એક બુલેટ અને જીપને આગચંપીમાં નુકસાન થયું છે. તો બીજીતરફ આણંદના ખંભાતમાં પણ શોભાયાત્રા દરમિયાન ઘર્ષણ થયું હતું. સ્થિતિ વણસી રહી છે. શહેરના મુખ્ય બજારમાં દુકાનોમાં આગ ચાંપી બનાવોએ પોલીસને દોડતી કરી છે. ખંભાતમાં ટાવર બજાર ખાતે 7થી 8 દુકાનોમાં આગ લગાવવામાં આવી છે. આ તબક્કે ખંભાતમાં પરિસ્થિતિ કાબુ બહાર જવાની શક્યતાઓ જણાઈ રહી છે. પરિસ્થિતિને કાબુમાં લેવા SP, ASP જિલ્લા LCB અને SOGની ટીમો ખંભાતમાં ખડકી દેવામાં આવી છે.
હિંમતનગરમાં 15થી વધુ અસામાજીક તત્વો ધરપકડ
હિંમતનગરમાં પથ્થરમારા અને વાહનોમાં આગચંપીના બનાવમાં પોલીસે 15થી વધુ અસામાજીક તત્વો અને તોફાનીઓની ધરપકડ કરી છે. પોલીસે શોભાયાત્રાના ઘર્ષણ બાદ સ્થિતિને કાબૂમાં મેળવી લીધી છે અને કોમ્બિંગની કામગીરી શરૂ કરી છે. હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયાના બનાવને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂ લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે ટીયર ગેસના 5 શેલ પણ છોડ્યા હતા. દરમિયાન બંને જૂથ વચ્ચે પથ્થરમારામાં પોલીસના વાહનોમાં પણ તોડફોડની ઘટના બની હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).