Home News તોફાની તત્વો સામે કાર્યવાહી; કાનપુર હિંસાના 40 શંકાસ્પદોની તસ્વીરો પોલીસે કરી જાહેર,...

તોફાની તત્વો સામે કાર્યવાહી; કાનપુર હિંસાના 40 શંકાસ્પદોની તસ્વીરો પોલીસે કરી જાહેર, માહિતી આપવા જાહેર જનતાને કરાઈ અપીલ!

Face Of Nation 06-06-2022 : કાનપુરમાં ત્રીજી જૂનના રોજ હિંસા ફેલાવનાર શંકાસ્પદ તોફાની તત્વોનું પ્રથમ પોસ્ટર જાહેર કરાયું છે. આ પોસ્ટરમાં 40 આરોપીની તસવીરો જાહેર કરવામાં આવી છે. આ તમામ વ્યક્તિ નવી સડક વિસ્તારમાં તોફાન કરવાના આરોપી છે. પોલીસે આ પોસ્ટરને સોશિયલ મીડિયા મારફતે વાઈરલ કરી તેમની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે અને જાહેર જનતાને આ અંગે માહિતી આપવા અપીલ કરી છે. આ ઉપરાંત તેમના વિશે માહિતી આપનારના નામ ગુપ્ત રખાશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે.
અન્ય આરોપીઓના પોસ્ટર પણ જાહેર કરાશે
પોલીસે કહ્યું છે કે, આ લોકો અંગે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. ટૂંક સમયમાં અન્ય આરોપીઓના પોસ્ટર પણ જાહેર કરવામાં આવશે. માર્ગો પર લાગેલા CCTV ફૂટેજની તપાસ કરતા હિંસા ફેલાવનારની ઓળખ કરવામાં આવી છે અને તેમના નામ-સરનામા અંગે માહિતી આપવા માટે પોસ્ટરના સ્વરૂપમાં તે જાહેર કરવામાં આવ્યા છે. તો બીજીતરફ કાનપુરમાં ત્રીજી જૂનના રોજ સવારે બેકનગંજમાં બેચેની સર્જે તેવો સન્નાટો છવાયેલો હતો. વિસ્તારમાં મોટાભાગે મુસ્લિમ સમૂદાયોના લોકોની હતી. જે બંધ રાખવામાં આવી હતી પણ યતીમખાના નજીક બજારમાં કેટલાક હિંદુ દુકાનદારોએ દુકાનો ખુલ્લી રાખી હતી. બપોરે 1:45 વાગે યતીમખાના નજીક મસ્જિદમાં જુમ્માની નમાજ થઈ. 2.30 વાગે મસ્જિદમાંથી મોટુ ટોળુ નિકળ્યું હતું અને સીધુ જ બજારમાં ખુલ્લી દુકાનોને બળજબરીપૂર્વક બંધ કરાવવા લાગ્યા હતા. જ્યારે હિંદુ દુકાનદારોએ દુકાનો બંધ કરવાનો ઈન્કાર કર્યો તો ટોળામાં રહેલા કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં માહોલ તંગ બની ગયો. દરમિયાન ભીડમાંથી ફાયરિંગ પણ થવા લાગ્યું હતુ.
પયગંબર મોહમ્મદ સાહેબ અંગે નિવેદનને પગલે વિરોધ થયો
ભાજપ પ્રવક્તા નુપૂર શર્માએ એક ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ સાહેબ અંગે ટિપ્પણી કરી હતી, જેથી મુસ્લિમ સમુદાયના લોકો નારાજ હતા. મુસ્લિમ સમુદાયના લોકોએ આ નિવેદનના વિરોધમાં બજારોમાં બંધનું આહવાન કર્યું હતું. તે સમયે બન્ને સમુદાયના લોકો એકબીજાની સામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).