Face Of Nation, 07-11-2021: રવિવારે સાંજે શ્રીનગરના બટમાલુ વિસ્તારમાં આતંકવાદીઓ ત્રાટક્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલ તૌસીફ અહેમદના ઘર નજીક તેમની પર ગોળીબાર કર્યો હતો. આતંકીઓના ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા તૌસીફ અહેમદનું મોત થયુ હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, “રાત્રે 8 વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસ કોન્સ્ટેબલ તૌસિફ અહમદ પર બટમાલૂની એસડી કોલોનીમાં તેમના નિવાસસ્થાન નજીક ગોળીબાર કર્યો હતો.” તેમણે કહ્યું કે કોપ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને એસએમએચએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે.
નેશનલ કોન્ફરન્સે આતંકી હુમલાની ટીકા કરતા ટ્વિટ કરીને લખ્યું કે શ્રીનગરમાં બટમાલૂમાં 29 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ પર કાયરતાપૂર્વક હુમલાની અમે ટીકા કરીએ છીએ. આ હુમલામાં પોલીસકર્મીએ પોતાનો પ્રાણ ગુમાવ્યો છે. ટીકા માટે કોઈ શબ્દ બચ્યો નથી. અલ્લાહ તેમને જન્નતમાં સ્થાન આપે. અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)