Home News જમ્મુ કાશ્મીરમાં સાવચેતીના ભાગરૂપે પોલિટેકનિક હોસ્ટેલ ખાલી કરાવાઈ

જમ્મુ કાશ્મીરમાં સાવચેતીના ભાગરૂપે પોલિટેકનિક હોસ્ટેલ ખાલી કરાવાઈ

Face Of Nation:જમ્મુ કાશ્મીરની હાલની સ્થિતિને જોતા શ્રીનગર સ્થિત પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને તત્કાળ હોસ્ટલ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આગામી આદેશ સુધીમાં કોઇ પણ વિદ્યાર્થીને હોસ્ટલમાં રાખવામાં આવશે નહીં. અમરનાથ યાત્રાને લઇને ગુપ્ત જાણકારીને ધ્યાનમાં રાખીને આતંકી હુમલાના ખતરાની આશંકા વ્યક્ત કરાઇ છે કાશ્મીર સરકારે શુક્રવારે એક એડવાઇઝરી જાહેર કરી હતી. જેમાં તમામ પ્રવાસીઓ અને અમરનાથ યાત્રીઓને ઘાટીમાંથી જલદી પાછા ફરવાની સલાહ આપવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના ગૃહ વિભાગે એક એડવાઇઝરી જાહેર કરી હતી. એડવાઇઝરીથી કાશ્મીરમાં અફરાતફરી મચી ગઇ હતી પરંતુ શનિવારે ઘાટીમાં સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં કેન્દ્ર સરકારે 100 કંપનીઓ બાદ 25 હજાર વધુ જવાનો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. જે સ્પષ્ટ સંદેશ છે કે ઘાટીમાં કાંઇક મોટું થવાનું છે. ઘાટીમાં 35એને લઇને આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.જોકે, કેટલાક દિવસ અગાઉ જ રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યુ હતું કે, કલમ 35-એને ખત્મ કરવાનો કોઇ પ્લાન નથી. પરંતુ લોકસભા ચૂંટણી અગાઉ અમિત શાહે કહ્યુ હતું કે, કલમ 35-એ અને 370ને ખત્મ કરવામાં આવશે અને હવે 35 હજાર વધારાના જવાનો તૈનાત કરાતા ઘાટીના નેતાઓમાં અસમજંસની સ્થિતિ પેદા થઇ છે.