https://youtu.be/m6oEtu89ndg
Face Of Nation 03-04-2022 : ભારે બોમ્બમારા અને ફાયરિંગ વચ્ચે યુક્રેનના શહેરો નાશ પામી રહ્યા છે ત્યારે પોપ ફ્રાંસિસ યુક્રેન જાય તેવી શક્યતા છે. પત્રકારો સાથેની વાતચીતમાં પોપે કહ્યું કે, તેઓ યુક્રેનની યાત્રા કરવા અંગે વિચારી રહ્યા છે અને આ યોજના ટૂંક સમયમાં અમલમાં મુકી શકે છે. પોપ ફ્રાંસિસ કહ્યું કે, મૃત્યુ, વિનાશ અને દુઃખની વાવણી માટે પુતિનની નિંદા કરી અને ભારપૂર્વક કહ્યું કે, તેમનું આક્રમણ લશ્કરી ઓપરેશન નથી પરંતુ યુદ્ધ છે. તો બીજીતરફ રશિયા એક બાજુ કીવ ઉપર હુમલો નહીં કરવાની ખાતરી આપવા છતાં ત્યાં વ્યાપક પ્રમાણમાં ફાયરિંગ કરી રહ્યું છે ત્યારે યુક્રેનના સરહદી વિસ્તારોમાં પણ એરસ્ટ્રાઈક કરી છે. વિશ્વ સમુદાય તરફથી યુદ્ધને અટકાવવાની રશિયાને જે અપીલ કરવામાં આવી રહી છે તેની ખાસ અસર થતી હોય તેમ જણાતું નથી અને રશિયા યુક્રેનના અનેક ભાગોમાં તેના આક્રમક હુમલાને યથાવત રાખ્યા છે.
સરકારી ઈમારત ઉપર હુમલામાં 35ના મોત
ગવર્નર વિટાલી કિમના જણાવ્યા પ્રમાણે દક્ષિણી યુક્રેનના શહેર માયકોલિવમાં એક સરકારી ઈમારત ઉપર હુમલામાં ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા છે. એક ઓનલાઈન પોસ્ટમાં કિમે કહ્યું કે, આ હુમલા બાદ બચાવ ટીમ દ્વારા કાટમાળને હટાવવામાં આવી રહ્યો છે અને પીડિતોની શોધખોળ ચાલી રહી છે.
ચીને યુક્રેન ઉપર સાઈબર એટેક કર્યો હતો
બ્રિટન સરકારે કહ્યું છે કે રાષ્ટ્રીય સાઈબર સુરક્ષા કેન્દ્ર એ દાવાની તપાસ કરી રહી છે કે જે જેમાં કહેવામાં આવ્યું છે કે ચીને રશિયાના હુમલા અગાઉ યુક્રેન ઉપર સૈન્ય અને પરમાણું અડ્ડાઓ ઉપર સાઈબર હુમલો કર્યો હતો. ગુપ્તચર મેમોના જણાવ્યા પ્રમાણે યુક્રેનના સંરક્ષણ મંત્રાલય સહિત 600થી વધારે વેબસાઈટને હેકિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)