Home Uncategorized વિશેષ : સ્વેચ્છાએ લોકો આવે એને લોકપ્રિયતા કહેવાય, ટાર્ગેટ આપીને બસો ભરીને...

વિશેષ : સ્વેચ્છાએ લોકો આવે એને લોકપ્રિયતા કહેવાય, ટાર્ગેટ આપીને બસો ભરીને લાવવા એ પ્રસિદ્ધિ કહેવાય

Face Of Nation 12-03-2022 : મોદીની સભા કે મોદીની ગુજરાતમાં રેલી હોય એટલે સમગ્ર ગુજરાતના ભાજપ આગેવાનોને સરકારી બસો સાથે એને ભરવા માટેના ટાર્ગેટ આપી દેવામાં આવે છે. આ બસો ભરીને તેને મોદી જે સ્થળે સભા કરવાના હોય કે મોદી જે સ્થળે રેલી કરવાના હોય ત્યાં લાવવા સુધી અને જમાડવા સુધીની પણ જવાબદારીઓ નક્કી કરવામાં આવે છે. બસો દ્વારા લાવવામાં આવેલી ભીડને બસમાં જ ઝંડા, ખેસ, ટોપી, ટી શર્ટ કે નક્કી કરેલી ચીજવસ્તુઓ આપી દેવામાં આવે છે અને આ બધા આવેલા લોકો ઝંડા, ટોપી, ખેસ પહેરીને મોદીની સભા કે રેલીમાં આપવામાં આવેલી જગ્યાએ ગોઠવાઈ જાય છે. બસ, પછી શરૂ થાય છે પ્રસિદ્ધિનો ખેલ. સમગ્ર ગુજરાત સહીત દેશમાં મીડિયા દ્વારા મોટી સંખ્યામાં મોદીના સમર્થકોના નામે રેલી કે સભાને કવરેજ કરવામાં આવે છે અને ઘેરબેઠા લોકોને એમ થાય છે કે, ઓહો હો મોદી સાહેબને જોવા ભીડ તો જુઓ.
ધર્મ સત્તા હોય કે રાજ સત્તા હોય લોકો આ બન્નેના દ્વારે કે બન્નેના જાહેર કાર્યક્રમોમાં સ્વેચ્છાએ આવે તો તેને લોકપ્રિયતા કહેવાય છે પરંતુ જો કોઈ લાલચ આપીને કે ટાર્ગેટ આપીને બસો ભરીને લાવવામાં આવે તો એ પ્રસિદ્ધિ કહેવાય છે. બસો બંધ કરી દો અને જાહેરાત કરો કે આજે ફલાણા નેતાની સભા છે કે ફલાણા નેતાની જાહેર રેલી છે પછી જુઓ કેટલા લોકો આવે છે અને ત્યારબાદ આવેલી જનતા એ નેતાની લોકપ્રિયતા કેટલી છે તે નક્કી કરે છે. મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા ટ્રમ્પ અને મોદીના કાર્યક્રમની વાત કરો કે મોદી જયારે ગુજરાતની મુલાકાતે આવતા હોય તે સમયની વાત કરો. હંમેશા બસો ભરીને લોકોને રીતસરના ઠલવવામાં આવે છે. ભીડમાં હવે લોકો ઓછા પડતા હોઈ સરકારી અને ખાનગી શાળાના બાળકોને પણ બસમાં ભરીને લાવવામાં આવે છે. જે કદાપિ યોગ્ય નથી.
નેતાઓ હોય કે ધર્મગુરુઓ હોય, તેમને પ્રસિદ્ધ બનાવવા માટે પ્રથમ તેમના અનુયાયીઓ મહત્વનો ભાગ ભજવે છે અને ત્યારબાદ પ્રજા. કેમ કે, પ્રજા અનુયાયીઓની વાતોમાં આવીને તે નેતા કે ધર્મગુરૂને જાણે કે ભગવાન માનવા લાગે છે અને પરિણામે એ જ નેતા કે ધર્મગુરુ તેમને મળેલા અનહદ આવકાર કે પ્રજાના પ્રેમમાં એવા કર્યો કરવા પ્રેરાય છે કે જે, પ્રજા માટે નુકસાનરૂપ સાબિત થાય અથવા તો પ્રજા માટે યોગ્ય ન હોય. જો કે હાલ આ બધી તમામ વાતો કરવી વ્યર્થ છે. પરંતુ એટલી વાત ચોક્કસ છે કે, સ્વેચ્છાએ બસો કે કોઈ સુવિધા આપ્યા વિના ટોળા આવે તેને લોકપ્રિયતા કહેવાય અને બસો ભરીને કે સુવિધા આપીને લોકોને લાવવામાં આવે તો તેને પ્રસિદ્ધિ કહેવાય.
ગઈકાલે જ યોજાઈ ગયેલા પ્રધાનમંત્રીના રોડ શોમાં 4 લાખ લોકોને ભેગા કરવાનો ભાજપનો ટાર્ગેટ હતો. પરંતુ આ ટાર્ગેટ ખોટો પડ્યો છે અને IB એ કરેલા સર્વે અને રિપોર્ટ અનુસાર માત્ર 65,000 લોકો જ રોડ શોમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ ભાજપ અગાઉથી તૈયારીઓ કરે છે કે, મોદીના રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા દેખાય અને ચિત્ર એવું દેખાય કે, કેટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે પરંતુ સચ્ચાઈ જુદી હોય છે. ખેર ! આ મામલે બહુ લખવા કે સમાચારો રજૂ કરવાથી મીડિયાને પણ પરિણામ ભોગવવા પડે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)