Face Of Nation 27-05-2022 : દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના એક માલવાહક વહાણે દ્વારકા-પોરબંદર વચ્ચે જળસમાધિ લેતા દરિયામાં જીવન-મરણના જંગના દ્રશ્યો જોવા મળ્યા હતા. વહાણ ડૂબવા લાગતા તેના પર સવાર છ ખલાસીઓ તરાપાના સહારે દરિયામાં કૂદી પડ્યા હતા. જેની જાણ થતા નજીકમાંથી પસાર થઈ રહેલા અન્ય વહાણ દ્વારા તમામ ખલાસીઓને ઉગારી લેવામાં આવ્યા હતા.
સલાયા-પોરબંદર વચ્ચે વહાણે જળસમાધિ લીધી
અરબ સાગરમાં જામ સલાયાના જે વહાણે જળસમાધિ લીધી છે તેનું નામ ‘ગોશે જિલ્લાની’ હોવાનું જાણવા મળ્યું છે. ગની સુલેમાન સંઘારની માલિકીનું 400 ટન કેપેસિટીનું આ વહાણ જામ સલાયાથી પોરબંદર જઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર ડૂબલા લાગતા તેના પર સવાર 6 ખલાસીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. જો કે, તમામ તરાપાની મદદથી દરિયામાં કૂદી પડ્યા હતા અને તરાપાના સહારે જ તરતા રહ્યા હતા. આ દરમિયાન અન્ય વહાણની નજર પડતા તેના દ્વારા તમામ ખલાસીઓને ઉગારી લેવાયા હતા. તો બીજીતરફ ગોશે જિલ્લાની નામના વહાણે મધદરિયે કઈ રીતે જળસમાધિ લીધી તે અંગે વધુ જાણકારી મળી શકી નથી. જો કે, હાલ તો તમામ ખલાસીઓનો આબાદ બચાવ થતા ખલાસીઓના પરિવારજનો અને વહાણના માલિકે રાહતનો શ્વાસ લીધો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News મધદરિયે જીવન-મરણનો જંગ; દેવભૂમિ દ્વારકાના સલાયાથી પોરબંદર જઈ રહેલું “400 ટન કેપેસિટી”નું...