Home Uncategorized હિન્દુ ન હોય તેઓ માટે પ્રતિબંધ , ગંગાઘાટ પર લાગ્યા પોસ્ટર્સ

હિન્દુ ન હોય તેઓ માટે પ્રતિબંધ , ગંગાઘાટ પર લાગ્યા પોસ્ટર્સ

Face of Nation 07-01-2022:  ઉત્તરપ્રદેશમાં ચૂંટણીઓનો માહોલ છે. એ અગાઉ કાશીના ગંગા ઘાટ ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. કાશીના ગંગા ઘાટ ઉપર આ પોસ્ટર VHP અને બજરંગ દળ દ્વારા લગાવવામાં આવ્યા છે જેને લઈને વિવાદ ઊભો થયો છે.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પોસ્ટર
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર પર બિન હિન્દુઓના “પ્રવેશ પર પ્રતિબંધ” હોવાના લખાણ સાથે પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે. ગંગા ઘાટ પાસેની દિવાલો પર આ પોસ્ટર લગાવાયા છે.

પોસ્ટર પર “જે લોકોની આસ્થા સનાનત ધર્મમાં છે એમનું સ્વાગત છે” એવું લખાણ પોસ્ટર પર લખવામાં આવ્યું છે. સાથે જ સનાતન ધર્મમાં આસ્થા નથી તેમના માટે પ્રવેશ પ્રતિબંધ છે એવો પણ ઉલ્લેખ કરાયો છે. વિહિપના મંત્રી રાજન ગુપ્તાનું નિવેદન આવ્યું છે અને તેમણે જણાવ્યું છે કે આ પોસ્ટર કેવલ પોસ્ટર નથી ચેતાવણી છે. ગંગા ઘાટ કોઇ પિકનિક સ્પોટ નથી. બજરંગ દળ દ્વારા પણ નિવેદન આપી જાણાવવામાં આવ્યું છે કે સનાતન ધર્મમાં ન માનનારા માં ગંગાથી દૂર રહે નહીં તો તેમને ગંગા ઘાટથી ખદેડવામાં આવશે.

ગંગા ઘાટ મંદિર અને ધાર્મિક સ્થળ સનાતન ધર્મની આસ્થાનું પ્રતિક છે. એ કોઈ પિકનિક સ્પોટ નથી જે લોકોને સનાતન ધર્મમાં આસ્થા નથી તેમના માટે પ્રવેશ પ્રતિબંધ છે અને જેમની આસ્થા સનાનત ધર્મમાં છે એમનું સ્વાગત છે. ઘણા લોકો અમારી અવિરલ માં ગંગાને લોકો એક પિકનિક સ્પોટ સમજે છે માટે આ ચેતવણી આપવામાં આવી છે.તેમણે કહ્યું કે 27 ડિસેમ્બર, 2021 થી 2 જાન્યુઆરી, 2022 સુધીના છેલ્લા અઠવાડિયા દરમિયાન વિશ્વભરમાં કોવિડના લગભગ 95 લાખ કેસ નોંધાયા છે. ગત સપ્તાહની સરખામણીએ વૈશ્વિક કોવિડ કેસોમાં આ 71 ટકાનો વધારો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).