Face Of Nation:આજે ગુજરાત વિધાનસભામાં વિવિધ ધારાસભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા. રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં ગુમ થયેલા બાળકો અંગે અનેક ખુલાસો થયો છે. રાજ્યમાંથી એક વર્ષમાં કુલ 2,307 બાળકો ગુમ થયા છે.
આ અંગે જવાબ આપતા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુમ થયેલા બાળકોમાં ટકા 90 ટકા બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થાય છે. રાજ્યમાં બાળકો ગુમ થયાનો આંકડો ચોંકાવનારો છે. ગૃહરાજ્ય મંત્રીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં સમગ્ર રાજ્યમાં 2307 બાળકો ગુમ થયા છે. જેમાંથી 2307માંથી 1804 બાળકોની ભાળ મળી ગઇ છે, જ્યારે હજુ પણ 497 બાળકોનો કોઈ અતોપતો નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુમ થનારા સૌથી વધુ બાળકો 14થી 18 વર્ષની ઉંમરના હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 431 બાળકો ગુમ, 369 પરત ફર્યા છે. તેવી રીતે રાજકોટમાં 247 બાળકો ગુમ, જેમાંથી 176 બાળકો પરત ફર્યા છે.
પ્રદીપસિંહે કબલ્યૂ હતું કે, 90 ટકા બાળકો પ્રેમ પ્રકરણમાં ગુમ થયા છે. પરંતુ ગત વર્ષની જેમ બાળકના અંગ કાઢી લેવાનો એક પણ કેસ ચોપડે નોંધાયો નથી. ગૃહ રાજ્યમંત્રીના આ ઉત્તર મુદ્દે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટીપ્પણી કરી હતી કે, આ બાળકો અણસમજથી પ્રેમ કરે છે એનું કંઈક કરો..