Home Uncategorized રાજસત્તા કોઈ આપત્તિને પહોંચી વળવા અસમર્થ જણાય તો પ્રજાએ પ્રજાધર્મ નિભાવવા આગળ...

રાજસત્તા કોઈ આપત્તિને પહોંચી વળવા અસમર્થ જણાય તો પ્રજાએ પ્રજાધર્મ નિભાવવા આગળ આવવું જોઈએ

ફેસ ઓફ નેશન, 12-04-2021 : આજે માણસાઈ મદદ જંખી રહી છે. ગુજરાતમાં કરોડોપતિ કે લાખ્ખોપતિ હોવાનો દેખાવડો કરવા કોલર ઉંચો કરીને ફરતા લોકોએ તેમની યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા આગળ આવવું જોઈએ. ટ્રસ્ટ અને યુવા ગ્રૂપોએ કોરોનામાં સપડાતા પરિવારજનોની મદદ કાજે કદમ ઉઠાવવું પડશે. જરૂરી નથી પ્રજાએ રાજસત્તાના ભરોસે જ બેસી રહેવું જોઈએ. જયારે જયારે એવી આપત્તિ આવી ચઢે કે જેને પહોંચી વળવા રાજસત્તા અસમર્થ બની જાય ત્યારે સ્વંય નાગરિકોએ પરિણામની પરવા કર્યા વિના પોતાનો પ્રજા ધર્મ નિભાવવા આગળ આવવું જોઈએ.
કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. તેવામાં પ્રજાએ વાદ-વિવાદ, આક્ષેપ, પ્રતિ-આક્ષેપથી દૂર રહી રાજકારણીઓની નિમ્ન પ્રવૃત્તિઓથી વેગળા રહી પ્રજાએ સ્વંય પ્રજાધર્મ નિભાવવાનો સમય પાકી ગયો છે. મહામારીને નાથવા માટે હવે રાજસત્તા કરતા પ્રજાસત્તા વધારે કારગત અને અસરકારક નીવડે છે. આજે એવો સમય છે કે, પ્રજાએ સત્તાને પોતાનો પ્રભાવ દેખાડવો પડશે કે પ્રજા જો પ્રજા ધર્મ નિભાવવા ઉતરી પડશે તો ગમેતેવી મહામારીનો સામનો કરીને તેને નાબૂદ કરી શકશે. પ્રજાએ સંયમ, કાળજી અને સુરક્ષા સાથે કોરોનાની મહામારીને નાબૂદ કરવા તમામ પ્રયાસો કરવા પડશે. કેમ કે આ મહામારી એક એવી મહામારી બની ગઈ છે કે માણસ જિંદગી બચાવવા માટે તમામ હદે જવા આતુર બન્યો છે. લોકો દિવસો ના દિવસો સુધી લાઈનોમાં રહીને પોતાના સગાવ્હાલા માટે રેમેડિસિવીર ઇન્જેક્શન લેવા પડાપડી કરી રહ્યા છે.
જે જે લોકો મોટા પાર્ટી પ્લોટ, હોલના માલિકો છે તેવા લોકોએ તેમના પાર્ટી પ્લોટો અને હોલો આ સમયે ખુલ્લા મૂકી દેવાની જરૂર છે અને સ્થાનિક અગ્રણી કે ઉધોગપતિ કે આગેવાનોની મદદ લઈને સ્વંય હોસ્પિટલ ઉભી કરીને સારવાર કેન્દ્રો શરૂ કરવાની જરૂરિયાત છે. જો રાજ્યના તમામ પાર્ટીપ્લોટો અને હોલ માલિકો આવા નિર્ણયો લેશે તો આ મહામારીને નાથવા અસરકારક કાર્યવાહી થશે. કેમ કે, દરેક વિસ્તારોમાં મોટી માત્રામાં પાર્ટી પ્લોટો અને હોલો આવેલા છે. જેમાં બેડની કે કવોરેન્ટીન સુવિધા થશે તો અનેક લોકોને મદદ મળી રહેશે. ફેસ ઓફ નેશન દરેક લોકોને તેમને યથાશક્તિ પ્રમાણે મદદ કરવા માટે અપીલ કરે છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)