Face Of Nation 16-04-2022 : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે તેમના સરકારી નિવાસ 10 જનપથ ખાતે પાર્ટી નેતાઓ સાથે એક ઈમર્જન્સી બેઠક યોજી હતી. આશરે 4 કલાક ચાલેલી આ બેઠકમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ ભાગ લીધો હતો. પ્રશાંત કિશોરે કોંગ્રેસને દેશભરમાં મજબૂત કરવા માટે એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ વ્યૂહરચનાના અમલીકરણ માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.
PK કહ્યું- બીજી મે સુધીમાં નિર્ણય લઈશ
ભાસ્કર સાથેની વાતચીતમાં પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, તે બીજી મે સુધીમાં આ અંગે નિર્ણય લઈ લેશે. કારણ કે હું 2 મેના દિવસે જ ચૂંટણી વ્યૂહરચનાનું કામ નહીં કરવાનો નિર્ણય કરેલો. આ સાથે પ્રશાંત કિશોરે એ વાતનો પુનરોચ્ચાર કર્યો કે હવે તે ચૂંટણી રણનીતિકારના ક્ષેત્રમાં રહેશે નહીં.
ફક્ત 370 બેઠક પર જ ધ્યાન આપે?
પ્રશાંત કિશોરે તેના પ્રેઝન્ટેશનમાં વર્ષ 2024ની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રશાંત કિશોરે કહ્યું કે કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં ફક્ત 370 બેઠક પર જ ધ્યાન આપે. દેશભરમાં લોકસભાની કુલ 543 બેઠક છે. પ્રશાંત કિશોરે અન્ય એક સૂચન કરતાં કહ્યું છે કે કોંગ્રેસ જ્યાં પણ નબળી છે, ત્યાં ડ્રાઈવિંગ સીટ મજબૂત સહયોગીને આપી ચૂંટણી લડે. સમિતિ દ્વારા રજૂ કરવામાં આવનારા અહેવાલના આધારે કોંગ્રેસ આગળની કામગીરી કરશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરે પાર્ટીમાં સામેલ થવાની ઓફર કરી છે.
કોંગ્રેસે સમિતિની રચના કરી, નિર્ણય એક સપ્તાહમાં
કોંગ્રેસ સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે બેઠકમાં 2024 અંગે એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. સમિતિ એક સપ્તાહમાં જ તેનો અહેવાલ રજૂ કરશે. આ અહેવાલના આધારે કોંગ્રેસ ત્યારબાદની કામગીરી હાથ ધરશે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોનિયાએ PKને પક્ષમાં સામેલ થવાની પણ ઓફર કરી છે.
પ્રશાંત કિશોરે 2024 વિશે ડિટેલ પ્રેઝન્ટેશન આપ્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સ્થાને 10થી વધારે નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. તેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, એકે એન્ટની, દિગ્વિજય સિંહ, અજય માકન, અંબિકા સોની, મુકુલ વાસનિક, પી.ચિદમ્બરમ અને રણદીપ સુરજેવાલાનો સમાવેશ થતો હતો. કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, બેઠકમાં પીકેએ 2024 વિશે ડિટેલ પ્રેઝન્ટેશન આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. કમિટી એક સપ્તાહમાં રિપોર્ટ આપશે. આ પહેલાં મીટિંગમાં પહોંચેલા રાજ્યસભાના નેતા મલ્લિકાર્જન ખડગેએ કહ્યું હતું કે, મીટિંગ કેમ બોલાવી છે તે વિશે કોઈ માહિતી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).