Face Of Nation 25-04-2022 : બોલિવૂડ તથા ગુજરાતી એક્ટર પ્રતીક ગાંધીને મુંબઈ પોલીસ કલાકો સુધી ગોડાઉનમાં બંધ રાખ્યો હતો, કારણ કે હાઇવે પર VIP મૂવમૅન્ટ હતી. આ વાતની માહિતી પ્રતીકે સોશિયલ મીડિયામાં શૅર કરીને આપી હતી. પ્રતીકે કહ્યું હતું કે, મુંબઈ પોલીસે તેને ખભાથી ખેંચ્યો હતો. સોશિયલ મીડિયા યુઝર્સે કમેન્ટ્સ કરી હતી કે મુંબઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવેલા હોવાથી આમ થયું હતું. તો બીજીતરફ પ્રતીક ગાંધીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મુંબઈ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર VIP મૂવમૅન્ટને કારણે ટ્રાફિક જામ હતો. શૂટિંગ લોકેશન પર જવા માટે મેં પગપાળા ચાલવાનું શરૂ કર્યું. આ દરમિયાન પોલીસે મને ખભાથી ખેંચીને એક માર્બલના ગોડાઉનમાં રાહ જોવડાવી. તેમણે આવું શા માટે કર્યું તે અંગે મને કંઈ કહેવામાં આવ્યું નહોતું. મારું અપમાન કરવામાં આવ્યું હતું.’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).