Home News રીક્ષાચાલકો લાલઘૂમ, નહી વધે મિનિમમ ભાડું તો રાજ્યવ્યાપી હડતાળની તૈયારી

રીક્ષાચાલકો લાલઘૂમ, નહી વધે મિનિમમ ભાડું તો રાજ્યવ્યાપી હડતાળની તૈયારી

Face Of Nation, 31-10-2021: પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા બાદ સતત વધી રહેલા CNG ગેસમાં ભાવવધારાથી રિક્ષાચાલકો પરેશાન છે, CNG ગેસના ભાવ વધવા છતાં ભાડામાં કોઈપણ પ્રકારનો ભાવવધારો ના કરાતા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જેને આજે ગાંધી આશ્રમ પાસે આવેલા ગુજરાત ખેત વિકાસ પરિષદ, આશ્રમ રોડ ખાતે રિચાચાલક યુનિયનની બેઠક મળી છે.

CNG ગેસમાં ભાવ ઘટાડવામાં આવે એ અંગે રિક્ષાચાલક યુનિયન તરફથી સરકારને રજૂઆત કરી ચુક્યા છે. જો CNG નો ભાવ ઘટાડી ના શકાય તો રિક્ષાનું મિનિમમ ભાડું તેમજ પ્રતિ કિલોમીટર દીઠ ભાડું વધારવાની માંગ કરી રહ્યા છે. કોરોનામાં રિક્ષાચાલકોને આર્થિક ફટકો પહોંચ્યો ત્યારે સરકારે કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી ન હતી. આજની બેઠકના માધ્યમથી રિક્ષાચાલક યુનિયનના આગેવાનો દ્વારા આગામી રણનીતિ ઘડાશે.

સરકાર રિક્ષાચાલકોની વાત ના માને, CNG ગેસમાં ભાવ ઘટાડો ના થાય તો રાજ્યવ્યાપી હડતાળ કરવાની તૈયારી બતાવી છે. આ બેઠકમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તેમજ અન્ય રાજ્યના રિક્ષાચાલક યુનિયનના હોદ્દેદારો હાજર રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)