Home News 15 કરોડનો બની રહ્યો છે “ભગવાનનો રથ”; 250 સ્પેશિયલ ટ્રેનો પુરી માટે...

15 કરોડનો બની રહ્યો છે “ભગવાનનો રથ”; 250 સ્પેશિયલ ટ્રેનો પુરી માટે દોડશે; રથયાત્રાના કારણે 12મી જુલાઈ સુધી બંધ રહેશે શાળા-કોલેજ!

Face Of Nation 26-06-2022 : ઓડિશામાં પ્રખ્યાત જગન્નાથપુરી રથયાત્રાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. બે વર્ષ બાદ કોરોના મુક્ત વાતાવરણમાં રથયાત્રા નીકળશે. શ્રી જગન્નાથ મંદિર પ્રબંધક સમિતિનો અંદાજ છે કે વર્ષ 2019 કરતા આ વખતે રથયાત્રાના દિવસે બમણા ભક્તો પહોંચશે. ત્યારે 10 લાખથી વધુ ભક્તો આવ્યા હતા. આ વર્ષે એક કરોડથી વધુ ભક્તો પુરીમાં આવશે. મંદિર પ્રબંધન સમિતિના સભ્ય-પૂજાના સચિવ માધવ ચંદ્ર પૂજાપાંડાનું કહેવું છે કે અત્યારે ભગવાનના દર્શન નથી થઈ રહ્યા. તેમના દરવાજા 29મી જૂને ખુલશે.
પ્રભુની 119 પ્રકારની સેવા કરવામાં આવે છે
તેમની ખાસ હેરસ્ટાઈલ વિશે એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથની પૂજા સ્ત્રી સ્વરૂપમાં જ કરાય છે. જગદ નારી પુરુષ જગદીશ્વર…એટલે કે માત્ર જગન્નાથ જ પુરુષ છે અને બાકી બધી નારી છે. આ કારણે પૂજા દરમિયાન ખાસ હેરસ્ટાઇલ સાથે વાઘા પણ વિશેષ હોય છે. પ્રભુની 119 પ્રકારની સેવા કરવામાં આવે છે. દરેક સેવા માટે અલગ કેટેગરી હોય છે. 1 કેટેગરીની વ્યક્તિ બીજી કેટેગરીની સેવા કરી શકતી નથી.
શાળા-કોલેજોમાં પણ 15 દિવસની રજા
આ વખતે ભક્તોની સંખ્યા વધુ હોવાનો અગાઉથી અંદાજ હતો, જેના કારણે મંદિરની સામેનો રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. હોટલોમાં એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. મંદિરમાં 4 ગેસ્ટ હાઉસ છે, જે તમામ 3 મહિના અગાઉથી બુક કરવામાં આવ્યા છે. મંદિરની આસપાસની તમામ હોટલો અને લોજ 15 જુલાઈ સુધી બુક થઈ ગયા છે. સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનોની શાળા-કોલેજોમાં રહેવાની વ્યવસ્થા કરાશે. આ કારણે શાળા-કોલેજોમાં પણ 15 દિવસની રજા રહેશે.
12મી જુલાઈ સુધી હોટલોમાં ડિસ્કાઉન્ટ બંધ
રથયાત્રા મહોત્સવ 29મી જૂનથી 12મી જુલાઇ સુધી ચાલશે. રામકૃષ્ણ દેશમોહાપાત્રા, પુરી હોટેલ એસોસિએશનના પ્રમુખ છે. તેમણે જણાવ્યું કે પુરીમાં નાની-મોટી 6000થી વધુ હોટલ છે. શહેરમાં 2000થી વધુ લોજ પણ છે. અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. 12મી જુલાઈ સુધી કોઈ ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવશે નહીં. મંદિરની નજીકની હોટેલ-લોજ બુક થઈ ગયા છે.
બહારગામથી આવતા લોકોને વધુ મુશ્કેલી
મંદિર પ્રબંધન સમિતિના સુરક્ષા અધિકારી અને વધારાના એસપી વીએસ ચંદ્રશેખર રાવે જણાવ્યું કે મંદિરમાં સુરક્ષા માટે 102 જવાન તહેનાત છે. ઓડિશા સહિત દેશભરમાંથી ભક્તો રથયાત્રામાં ભાગ લેવા આવે છે. રેલવે તરફથી 250 જેટલી વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો બહારગામથી આવતા લોકોને રહેવા માટેની વ્યવસ્થા નથી મળતી તો તેઓભુવનેશ્વરનો વિકલ્પ પસંદ કરી શકો છો. ત્યાંથી તમે સવારે પુરી પહોંચી શકો છો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).