Face Of Nation 18-07-2022 : 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. વોટિંગ સવારે 10 વાગ્યે શરૂ થયું, જે સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવન પરિસરમાં બનાવાયેલા મતદાન કેન્દ્ર પર મત આપ્યો છે. એનડીએ તરફથી દ્રૌપદી મુર્મુ અને વિપક્ષ તરફથી યશવંત સિન્હા ઉમેદવાર છે. તો બીજીતરફ ચૂંટણીમાં 4800થી વધારે સાંસદ અને ધારાસભ્યો મતદાન કરશે. 21મી જુલાઈના રોજ મતગણતરી થશે, નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લેશે.
ભાજપને ક્રોસ વોટિંગનો ડર
બંગાળમાં ભાજપે ક્રોસ વોટિંગ રોકવા માટે ધારાસભ્યોને કોલકાતાની એક હોટલમાં રાખ્યા છે. અહીંથી તમામ ધારાસભ્યોને વિધાનસભામાં લાવી મતદાન કરાવાઈ રહ્યું છે. પાર્ટીના શુબેન્દુ અધિકારી, મનોજ તિગ્ગા અને સ્વપન મજુમદારને ક્રોસ વોટિંગ રોકવા માટે જવાબદારી અપાઈ છે. આ તરફ યુપીમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો પણ ક્રોસ વોટિંગ કરી શકે છે. વોટિંગ માટે સાંસદોને લીલા અને ધારાસભ્યોને ગુલાબી રંગના મતપત્ર આપવામાં આવી રહ્યા છે. ગુપ્તતા જાળવવા માટે બેલેટ પેપર સિરિયલ નંબરની જગ્યાએ રેન્ડમ અપાઈ રહ્યા છે.
આ માટે મુર્મુની જીત પાક્કી મનાય છે
ભાજપે 21 જૂને મુર્મુને ઉમેદવાર બનાવ્યા હતા. ત્યારે એનડીએના ખાતામાં 5,63,825, એટલે કે 52% મત હતા. 24 વિપક્ષી દળ સાથે હોવાથી સિન્હા સાથે 4,80,748, એટલે કે 44% મત હોવાનું માનવામાં આવતું હતું. છેલ્લા 27 દિવસમાં એનડીએમાં ન હોય તેવા પક્ષોનું પણ મુર્મુને સમર્થન મળતાં તેમનો પક્ષ મજબૂત બની ગયો છે. તમામ 10,86,431 મત પડે તો 6.67 લાખ (61%)થી વધારે મત મુર્મુને મળે. જીત માટે 5,40,065 મત જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).