Face Of Nation 24-03-2022 : રાષ્ટ્રપતિએ ગુજરાતના વિકાસને આગળ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને સાધુવાદ આપ્યો હતો.ગુજરાતીઓનો દેશ પ્રેમ વિશ્વ વિખ્યાત છે. ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં રહે છે પણ ભારત સાથે જોડાયેલા રહે છે. રાષ્ટ્રપતિએ કવિ ઉમાશંકર જોષીની કવિતાની પંક્તિઓનું પઠન કર્યું હતું. 1970થી ગુજરાત સાથે સંબંધ છે, મોરાજી દેસાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ કામ કર્યું.ગુલઝારી લાલ નંદાની કર્મભૂમિ પણ ગુજરાત છે.ગુજરાતની એક નવા રાજ્ય તરીકે સ્થાપના કરાઈ તે સમયમાં બળવંત રાય મહેતાએ પચાયત રાજ્યમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ડો. નીમા બેન આચાર્યની નિમણુંકથી રાજ્યને પહેલાં મહિલા સ્પીકર રાજ્યને મળ્યાં છે.
સંતો રાષ્ટ્રપતિનું સંબોધન સાંભળવા વિધાનસભામાં હાજર
આ અગાઉ રાષ્ટ્રપતિ આજે ગુજરાતના પ્રવાસે છે. તેમણે વિધાનસભાગૃહમાં ધારાસભ્યોને સંબોધન કર્યું હતું. આજે સવારે 9.30 વાગ્યે રાષ્ટ્રપતિ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમારે સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ રાજભવનથી નીકળી વિધાનસભાગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમાં સમાજના વિવિધ વર્ગના આગેવાનો,વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો, સંતો રાષ્ટ્રપતિનું સંબોધન સાંભળવા વિધાનસભામાં હાજર થઈ ગયા છે. વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ રાષ્ટ્રપતિનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, દેશના અમૃત મહોત્સવમાં ગુજરાતના આમંત્રણ પર રાષ્ટ્રપતિ આવ્યા તેમનો આભાર. રાષ્ટ્રપતિનું ગુજરાત કનેક્શન છે. તેઓ મોરારજી દેસાઈની સરકારમાં તેઓ અંગત સચિવ હતાં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat વિધાનસભામાં રાષ્ટ્રપતિનું સંબોધન; ‘હું યુવાન હતો ત્યારે મોરારજી દેસાઇ સાથે કામ કરવાનો...