Face Of Nation 22-03-2022 : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24મી માર્ચેથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર તેઓ વિધાનસભામાં રાષ્ટ્રપતિ સંબોધન કરશે. સવારે 11 વાગે રાષ્ટ્રપતિનું સંબોધન રાખવામાં આવ્યું છે. જે એક કલાક સુધી ચાલશે. વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં આ નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને ગૃહનો એક કલાક સમય વધારી દેવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિનો દ્વારકાનો કાર્યક્રમ રદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે અને દ્વારકા પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરાયો છે. દ્વારકા પ્રવાસને લઈને જિલ્લા કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી છે. આ નિર્ણય અગાઉના આયોજન મુજબ રાષ્ટ્રપતિ 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શન કરવા આવવાના હતા જેને લઈને તૈયારીઓ પણ કરી લેવામાં આવી હતી પણ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News રાષ્ટ્રપતિ 2 દિવસ ગુજરાતના પ્રવાસે; ઈતિહાસમાં પહેલીવાર દેશના રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભાને સંબોધશે