Home Uncategorized અમારી જમીન પર અત્યાર કરનારા તમામ લોકોને સજા આપીશું અને કહ્યું કે,...

અમારી જમીન પર અત્યાર કરનારા તમામ લોકોને સજા આપીશું અને કહ્યું કે, હું કીવમાં જ છું : ઝેલેન્સ્કી, જુઓ Video

https://youtu.be/yEaHlMGMsSc

Face Of Nation 08-03-2022 : યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ એક સંબોધનમાં કહ્યું કે, ‘આ હત્યા છે, જાણી જોઈને કરવામાં આવેલી હત્યા. કારણ કે, રશિયાએ વધુ આક્રમક રીતે ગોળીબાર કરવાની ચેતવણી આપી છે. અમે તેને ક્યારેય નહીં ભૂલીએ અને ન તો તેમાં સામેલ લોકોને માફ કરીશું. અમે અમારી જમીન પર અત્યાર કરનારા તમામ લોકોને સજા આપીશું. કબર સિવાય આ ધરતી બીજી કોઈ શાંત જગ્યા હોઈ શકે નહીં.’ તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેઓએ દાવો કર્યો છે કે, તેઓ પોતે કીવમાં છે. હું કોઈથી ડરતો નથી. હું છુપાઇને પણ નથી રહ્યો. વીડિયોમાં વધુમાં એમ પણ કહ્યું કે, અમે યુદ્ધ જીતવા માટે તમામ પ્રયાસો કરી રહ્યાં છીએ. તમને જણાવી દઇએ કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વતી વીડિયો જાહેર કરીને આ દાવો એવાં સમયે કરવામાં આવ્યો છે કે જ્યારે રશિયન મીડિયા દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઝેલેન્સ્કી દેશ છોડીને ભાગી ગયા છે.
યુદ્ધવિરામ બાદ પણ રશિયાના હુમલા ચાલુ
અગાઉ, પણ રશિયાએ નાગરિકોને બહાર નીકાળવા સોમવાર સવારથી યુદ્ધવિરામ સાથે ઘણાં વિસ્તારોમાં માનવતાવાદી કોરિડોર ખોલવાની જાહેરાત કરી હતી. જો કે ખાલી કરાવવાના માર્ગો તરફ મોટા ભાગે રશિયા અને તેના સાથી દેશો બેલારુસ તરફ જઇ રહ્યાં છે. દરમ્યાન નાગરિકોને બહાર નીકાળવામાં આવી રહ્યાં છે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. કોરિડોરની નવી જાહેરાત બાદ પણ રશિયન દળોએ યુક્રેનના કેટલાંક શહેરો પર રોકેટ હુમલા અને કેટલાંક વિસ્તારોમાં ભીષણ લડાઈ શરૂ રાખી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).