Face Of Nation 03-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ આઠમા દિવસમાં પ્રવેશ્યું છે. યુક્રેન રશિયાને જરા પણ મચક આપવા તૈયાર નથી. હવે યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયન સૈનિકોને બીજી વાર ગંભીર ચેતવણી આપી છે. ઝેલેન્સ્કીએ રશિયન સૈનિકોને જણાવ્યું કે તમને તમારો જીવ વ્હાલો હોય તો પાછા જતા રહો.આ પહેલા યુદ્ધના ત્રીજા દિવસે પણ ઝેલેન્સ્કીએ આપી ચેતવણી આપી હતી.
8મા દિવસના યુદ્ધમાં રશિયાના 9000 સૈનિકોને માર્યા
યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એવો દાવો કર્યો છે કે આઠમા દિવસના યુદ્ધમાં યુક્રેને રશિયાના 9000 સૈનિકોની હત્યા કરી છે. તેમણે કહ્યું કે યુક્રેને રશિયાના 30 પ્લેન, 374 ઓટો મોબાઈલ્સ ટેકનીકસ, 42 MLRS, 900 AFV,31 હેલિકોપ્ટર, 90 આર્ટિલેરિયન સિસ્ટમ, 2 કટર, 217 ટેન્ક, 11 એન્ટીએર ડિફેન્સ, 3 યુએવીને તોડી પાડી છે.
યુક્રેન પર રશિયાના હુમલા બાદ સ્વીડન એલર્ટ
સ્વીડન ભલે નાટોનું સભ્ય નથી, પરંતુ તેણે યુક્રેનને મોટા પાયે સૈન્ય હથિયારો મોકલવાની જાહેરાત કરી છે. સ્વીડન કહે છે કે, તે યુક્રેનને 5,000 એન્ટી ટેન્ક હથિયારો મોકલશે. 1939 બાદ આવું પ્રથમ વખત હશે કે જ્યારે સ્વીડન કોઈ પણ દેશને હથિયાર મોકલી રહ્યું છે. સ્વીડનના પીએમ માગડાલેના એન્ડરસને કહ્યું કે, રશિયાએ જે રીતે યુક્રેન પર હુમલો કર્યો છે, તે માટે આપણે આપણી તાકાત વધારવી જરૂરી છે જેથી કોઈ પણ પ્રકારના સંકટનો સામનો કરી શકાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).