Home News 18મી જુલાઈએ યોજાશે રાષ્ટ્રપતિની ચૂંટણી, રાષ્ટ્રપતિની ચૂંટણી ક્રિમિનલ કેસ ધરાવતા 43 ટકા...

18મી જુલાઈએ યોજાશે રાષ્ટ્રપતિની ચૂંટણી, રાષ્ટ્રપતિની ચૂંટણી ક્રિમિનલ કેસ ધરાવતા 43 ટકા સાંસદો અને ધારાસભ્યો કરશે રાષ્ટ્રપતિ પસંદ!

Face Of Nation 11-07-2022 : દેશના પંદરમા રાષ્ટ્રપતિ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ કે વિપક્ષના યશવંત સિંહા બનશે તેનો નિર્ણય 18મી જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં લેવાશે. આ ચૂંટણીમાં કુલ 768 સાંસદ અને 3,991 ધારાસભ્યો મતદાન કરશે. તો બીજીતરફ આ તમામ 4,759 લોકપ્રતિનિધિઓના ચૂંટણી સોગંદનામાનું વિશ્લેષણ કરતાં સામે આવ્યું છે કે 2,030 (43 ટકા) સાંસદો/ધારાસભ્યો સામે ગુનાઓ દાખલ થયેલા છે. તે પૈકી 1,316 (28 ટકા) સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના રિપોર્ટ મુજબ ચૂંટણીનો હિસ્સો બનનાર ગુજરાતના 45 (26 ટકા) સાંસદો/ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસો છે જ્યારે 29 (17 ટકા) સામે ગંભીર ક્રિમિનલ કેસો નોંધાયેલા છે. રાષ્ટ્રપતિને ચૂંટવાની પ્રક્રિયામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 477 (10 ટકા) છે.
શિવસેનાએ ભાજપના ઉમેદવારને ટેકો આપ્યો
મંગળવારે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિપદ માટે ભાજપનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને ટેકો આપવાની ઘોષણા કરી હતી. ઉદ્ધવે કહ્યું હતું કે પક્ષ કરતાં દેશહિત મહત્ત્વનું છે એવું હું માનું છું. રાઉતે કહ્યું કે, જનભાવનાને ધ્યાનમાં રાખીને, શિવસેના દ્રૌપદી મુર્મુને સમર્થન આપીશું, પરંતુ તેનો અર્થ ભાજપની તરફેણ કરતા નથી.
81% સાંસદો અને ધારાસભ્ય કરોડપતિ
61 સાંસદ/ધારાસભ્યોએ સામે હત્યાના કેસ નોંધાયેલા છે, જેમાં 10 લોકસભાના સાંસદ અને 2 રાજ્યસભાના સાંસદ છે. વિવિધ રાજ્યના 49 MLA સામે પણ હત્યાના કેસો નોંધાયેલા છે. 223 લોકપ્રતિનિધિઓ એવા છે જેમની સામે હત્યાના પ્રયાસના પણ ગુના નોંધાયેલા છે. તો બીજીતરફ 4,759 સાંસદો અને MLA પૈકી 3,843 (81%) એવા છે જેમણે ચૂંટણીપંચને રજૂ કરેલા સોગંદનામામાં પોતે કરોડપતિ હોવાનું જણાવ્યું છે. લોકસભાના 543 સાંસદો પૈકી 477 (88%) સંસદસભ્યો કરોડપતિ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).