Home Uncategorized સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન: 370 હટવાથી જમ્મુ કાશ્મીર અને લદાખને...

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન: 370 હટવાથી જમ્મુ કાશ્મીર અને લદાખને થશે ફાયદો

Face Of Nation:73મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રના નામ પોતાના સંબોધનમાં દેશને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેનાથી જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોને લાભ થશે. રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં ટ્રિપલ તલાક વિરુદ્ધ બનાવવામાં આવેલા કાયદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રિપલ તલાક જેવા અભિશાપ ખત્મ થયા બાદ આપણી દીકરીઓને પણ ન્યાય મળશે તથા તેમને ભયમુક્ત જીવન જીવવાનો અવસર મળશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે જમ્મુ કાશ્મીર અને લદાખ માટે તાજેતરમાં જ કરવામાં આવેલા બદલાવથી ત્યાંના લોકોને લાભ થશે. એ પણ એ તમામ અધિકારો અને સુવિધાઓનો લાભ ઉઠાવી શકે છે જે દેશના અન્ય ક્ષેત્રોમાં રહેતા નાગરિકોને મળી રહ્યા છે. તેઓ હવે સમાનતાને પ્રોત્સાહન આપનારા પ્રગતિશીલ કાયદાઓ અને જોવગાઇઓનો ઉપયોગ કરી શકશે. શિક્ષણના અધિકારથી તમામ બાળકોને શિક્ષણ મળી રહેશે. સૂચનાનો અધિકાર મળવાથી ત્યાં લોકોને સરળતાથી જનહિતની જાણકારી મળી રહેશે. તે સિવાય લોકોને શિક્ષણ અને નોકરીમાં અનામત અને અન્ય સુવિધાઓનો લાભ મળશે.રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ સ્વાધીનતા દિવસ ભારત માતાની તમામ સંતાનો માટે ખૂબ ખુશીનો દિવસ છે. આજના દિવસે આપણને તમામને દેશપ્રેમની ભાવનાનો અનુભવ થાય છે. આ અવસર પર આપણે એ તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને કાંતિકારીઓને કૃતજ્ઞતા સાથે યાદ કરીએ છીએ.