Face Of Nation 07-04-2022 : ગુજરાત અને સમગ્ર દેશ હાલ મોંઘવારીની માર સહન કરી રહ્યું છે. ઈંધણના ભાવ વધતા હવે ચોતરફથી દેશમાં મોંઘવારી માઝા મુકશે. ગઈકાલે અમૂલના દૂધમાં ફરી ભાવવધારો કરવાની આશંકા વ્યકત કર્યા બાદ ગુરૂવારે અમૂલે બટરના ભાવમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળીએ તમામ બટર પેકેટના ભાવમાં વધારો કર્યો છે. અહેવાલ અનુસાર અમૂલનું 100 ગ્રામનું નાનું બટરનું પેકેટ હવે 52 રૂપિયામાં મળશે. આ સિવાય 500 ગ્રામ પેકેટના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો કરાયો છે.
બ્રાન્ડ હેઠળ દૂધ-દૂધની બનાવટોનું વેચાણ કરે છે
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેના દ્વારા અમૂલ ફ્રેશ દૂધનું સમગ્ર ભારતની માર્કેટોમાં જ્યાં પણ વેચાણ કરે છે ત્યાં દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂા.2નો વધારો તારીખ 1 માર્ચ, 2022 થી અમલમાં મૂકવાનું નકકી કરેલ છે. ગુજરાતની અમદાવાદ અને સૌરાષ્ટ્રની માર્કેટોમાં અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલી. દીઠ રૂા.30 રહેશે, અમૂલ તાજાની કિંમત 500 મિલી. દીઠ રૂા.24 અને અમૂલ શક્તિની કિંમત 500 મિલી. દીઠ રૂ.27 રહેશે. પ્રતિ લીટર રૂ.2 નો થયેલ વધારો તે મહત્તમ છુટક વેચાણ (એમઆરપી) માં 4 ટકા જેટલો વધારો સચૂવે છે જે સરેરાશ ખાદ્યાન્ન ફૂગાવા કરતા ઘણો ઓછો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).