Face Of Nation 01-06-2022 : કેનેડા પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં હેન્ડગનના વેપાર પર પ્રતિબંઘ લગાવતો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ બંદૂકની આયાત-નિકાસ ઉપર પણ લાગુ કરાશે. ટ્રુડોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, અમે હેન્ડગનના વેપાર પર પ્રતિબંધ લાવવા માટે કાયદો લાવી રહ્યા છીએ. હવે કેનેડામાં ક્યાંય પણ હેન્ડગનની ખરીદી-વેચાણ કરી શકાશે નહીં.
ટ્રુડો માટે કાયદો પરત ખેંચવો પણ એક પડકાર
સંયુક્ત રાજ્ય અમેરિકાએ તાજેતરમાં જ સ્કૂલમાં થયેલા ગોળીબાર પછી નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે આ બિલ હજી સંસદમાં પસાર કરવાનું બાકી છે, જ્યારે સંસદમાં સત્તામાં રહેલી પાર્ટીઓ પાસે સીટ પણ ઓછી છે. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો માટે કાયદો પરત લેવો પણ એક મોટો પડકાર છે. આ મુદ્દે પત્રકારો સાથે વાત કરતા ટ્રુડોએ કહ્યું કે, અમે હેન્ડગન માટે બજાર સીમિત કરી રહ્યા છીએ. કેનેડામાં ક્યાંય પણ હેન્ડગન ખરીદવી, વેચવી કે આયાત-નિકાસ કરવાનું શક્ય નહીં થાય.
ફાયરિંગની ઘટનામાં વધારો થયો
એપ્રિલ 2020માં ગ્રામીણ નોવા સ્કોટિયામાં કેનેડાના સામૂહિક ગોળીબારની ઘટનામાં 23 લોકોના મોત થયા હતા. ત્યારે પણ સરકારે 1,500 પ્રકારના સૈન્ય-ગ્રેનેડ અને હથિયારો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જ્યારે ટ્રુડોએ પણ સ્વીકાર્યું છે કે, ફાયરિંગની ઘટનામાં વધારો થયો છે. કેનેડાની સરકારી સ્ટેસ્ટીક એજન્સીએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે, ફાયરિંગ જેવી ઘટનાઓ કેનેડામાં અન્ય ગુનાહિત પ્રવૃતિઓ કરતાં 3 ટકા ઓછી હતી. પરંતુ 2009 પછીથી બંદૂકથી કોઈને ડરાવવાની સંખ્યા વ્યક્તિ દીઠ અંદાજે 3 ગણી વધી ગઈ છે. જ્યારે મારવા અથવા ઘાયલ કરવાના ઈરાદાથી બંદૂક ચલાવવાની ઘટનામાં 5 ગણો વધારો થયો છે. શહેરી વિસ્તારોમાં અંદાજે 2/3 બંદૂક દુર્ઘટનામાં હેન્ડગન સામેલ હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized મોટો પડકાર : કેનેડાનો કડક નિર્ણય; કેનેડા પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો બંદૂકના ખરીદ-વેચાણ...