Face of Nation 09-01-2022: દેશમાં હવે કોરોનાથી સ્થિતિ ગંભીર બનતા પ્રધાનમંત્રી મોદી એક્શનમાં આવ્યાં છે. કોરોના મહામારીની ત્રીજી લહેરની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ સ્વાસ્થ્ય મંત્રાલયના સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરીને દેશમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિની ચર્ચા કરી હતી. સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી માંડવિયા, કેબિનેટ સચિવ રાજીવ ગાબા, ગૃહસચિવ અજય ભલ્લા, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણ, ICMRના ડીજી સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યાં હતા.
કોવિડ ઈમરજન્સી બેઠકમાં ટોચના અધિકારીઓએ પ્રધાનમંત્રી મોદીને દેશની કોરોનાથી સ્થિતિથી વાકેફ કર્યાં હતા. આજની બેઠકની ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ 26 નવેમ્બર અને 22 ડિસેમ્બરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બન્ને મીટિંગમાં પ્રધાનમંત્રીએ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે પણ નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં પીએમ મોદીએ રિમોટ એરિયામા વેક્સિન અને દવાના સપ્લાય માટે આઈટી ટૂલ્સનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનું જણાવ્યું હતું.
Delhi: Prime Minister Narendra Modi chairs a meeting to review the COVID-19 situation in the country, through video conference pic.twitter.com/EY5u7LAaC3
— ANI (@ANI) January 9, 2022
પ્રધાનમંત્રી મોદીની કોવિડ સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવાયો છે કે આવતીકાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે મોટી બેઠક કરશે. બેઠકમાં કેન્દ્રીય મંત્રી માંડવિયા રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓને કેટલાક નવા નિર્દેશ આપશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).