Home News પાન-મસાલા, ચ્યૂઇંગમના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ, સરકાર કોઈ જોખમ લેવા માંગતી...

પાન-મસાલા, ચ્યૂઇંગમના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ, સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી

ફેસ ઓફ નેશન, 30-04-2020 : વધતા જતા કોરોનાના કેર વચ્ચે કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત સમગ્ર દેશમાં પાન-મસાલા અને ચ્યુઇંગમના ઉત્પાદન તથા વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સરકાર દ્વારા આગામી કોઈ હુકમ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં બુધવારે સાંજે દેશમાં કોરોનાની સ્થિતિ અંગે રિવ્યૂ મીટિંગ યોજાઈ હતી. ત્યારબાદ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ”પાન-મસાલા અને ચ્યૂઈંગમના ઉત્પાદન તથા વેચાણ પર હવે પછીનો આદેશ ન આવે ત્યાં સુધી પ્રતિબંધ મુકવામાં આવે છે.
લોકડાઉનથી ઘણા લાભ પણ થયા છે અને સ્થિતિમાં સુધારો થયો છે. આ લાભ જળવાઈ રહેવા જોઈએ. માટે 3 મે સુધી કેન્દ્રની ગાઈડ લાઈન્સનું કડક પાલન થાય તે માટે નજર રાખવામાં આવશે. નવા દિશા-નિર્દેશ 4 મેથી લાગુ થશે. તેમા અનેક જીલ્લાને રાહત આપવામાં આવી શકે છે. આ અંગે આગામી કેેટલાક દિવસોમાં જાણકારી આપવામાં આવશે. જો કે સરકારે હાલ પાન-મસાલા અને ચ્યુઈંગમના ઉત્પાદન-વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ મુકવાનું કારણ એક જ છે કે લોકો પાન-મસાલા અને ચ્યુઇંગમ ખાઈને ગમે ત્યાં થૂંકે છે જેથી તેનાથી કોરોના વધવાનો ભય છે. તેવામાં સરકાર હાલ આ મામલે કોઈ જોખમ લેવા તૈયાર નથી કે જેનાથી કોરોનાના ચેપમાં વધારો થાય. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે

સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો

લોકડાઉનના નિયમોનો ભંગ : ઓરેન્જ ઝોનના લોકો રેડ ઝોનમાં આવ્યા પછી સતર્ક બનશે ?