Home Business હોળી પહેલા કર્મચારીઓને મળી શકે છે ભેટ : PF પર મળશે વધુ...

હોળી પહેલા કર્મચારીઓને મળી શકે છે ભેટ : PF પર મળશે વધુ વ્યાજ 12 માર્ચે થશે નિર્ણય

Face Of Nation 07-03-2022 : એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPFO)માં પૈસા જમા કરાવનારાઓ માટે સારા સમાચાર છે. હોળી પર કર્મચારીઓને પીએફ પર પહેલા કરતા વધુ વ્યાજ મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવતા મહિના EPFOના સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝની બેઠક 11 અને 12 માર્ચે ગુવાહાટીમાં મળવાની છે. આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો પર વિચાર કરવામાં આવનાર છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા પેન્શનની લઘુત્તમ રકમ વધારવાનો અને પીએફ પરના વ્યાજ દરો પર નિર્ણય લેવાનો છે.
હોળી પર મળી શકે છે વધેલુ વ્યાજ
હોળીના અવસર પર તમને વધેલા વ્યાજની ભેટ મળી શકે છે. ગુવાહાટીમાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝની બેઠક યોજાવા જઈ રહી છે જેમાં મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવનાર છે. ઈપીએફમાં જમા રકમ પર 8.5 ટકાનો વધારો વ્યાજ દરમાં વધારો કરી શકે છે. હાલમાં પીએફ પર 8.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ પીએફ પર મળવા વાળી સૌથી ઓછું વ્યાજ છે. તેના પહેલા 2018-19માં પીએફનો વ્યાજ દર 8.65 ટકા અને વર્ષ 2016-17માં 8.65 ટકાના દરો અને વર્ષ 2017-18માં તે દરો 8.55 ટકા હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).