Face of Nation 04-12-2021: exam ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો, કેટલાક સ્થળે વરસાદનો પણ માહોલ જોવા મળ્યો છે ત્યારે PSI-LRD ભરતી પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભરતી બોર્ડના વડાએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે, કમોસમી વરસાદ પછી વાદળછાયા વાતાવરણને કારણે મેદાન દોડવા યોગ્ય ન થતાં આવતીકાલ તારીખ ૬/૧૨/૨૧ ના રોજ એસઆરપી ગૃપ વાવ., સુરત ખાતે પોલીસ ભરતીની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. રાજ્યમાં અન્ય ૧૪ જગ્યાએ શારીરિક કસોટી લેવામાં આવશે.
કમોસમી વરસાદ પછી વાદળછાયા વાતાવરણને કારણે મેદાન દોડવા યોગ્ય ન થતાં આવતીકાલ તારીખ ૬/૧૨/૨૧ ના રોજ એસઆરપી ગૃપ વાવ., સુરત ખાતે પોલીસ ભરતીની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. રાજ્યમાં અન્ય ૧૪ જગ્યાએ શારીરિક કસોટી લેવામાં આવશે.#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) December 5, 2021
અગાઉ માત્ર બે-ત્રણ જગ્યાએ જ આ પરીક્ષા મોકૂફ રાખવાની વાત હતી.પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ વાતાવરણ અનુકૂળ ના હોય,વિભાગે રાજ્યના 6 મેદાનમાં શારીરિક કસોટી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)