Home Gujarat પીએસઆઈની પ્રીલિમિનરી પરીક્ષાનું પરિણામ થયું જાહેર, 96 હજારમાંથી માત્ર 4311 જેટલા ઉમેદવારો...

પીએસઆઈની પ્રીલિમિનરી પરીક્ષાનું પરિણામ થયું જાહેર, 96 હજારમાંથી માત્ર 4311 જેટલા ઉમેદવારો થયા “PASS”, વેબસાઈટ થઈ ક્રેશ!

Face Of Nation 27-04-2022 : રાજ્યમાં હાલ ચાલી રહેલી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની પ્રીલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. 6 માર્ચના રોજ યોજાયેલી પ્રીલિમિનરી પરીક્ષામાં અંદાજે 96 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. PSIની પરીક્ષા આપનારા ઉમેદવારોમાંથી પાસ 4311 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જોકે પરિણામ જાહેર થતા જ ગણતરીની મિનિટોમાં https://psirbgujarat2021.in/ વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી.
96 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી
નોંધનીય છે કે, વિકાસ સહાય અંગત કારણોથી 15 દિવસની રજા પર હતા. જેના કારણે PSIની ભરતીનું પરિણામ જાહેર કરવામાં મોડું થયું હતું. રજા પરથી બે દિવસ પહેલા ફરજ પર હાજર થયા હતા. તેમણે ટ્વીટ કરીને 72 કલાકમાં પરિણામ જાહેર કરવા અંગે જાણ કરી હતી. PSIની 1375 જગ્યા માટે 96 જેટલા ઉમેદવારોએ પ્રીલિમીનરી પરીક્ષા આપી હતી. જેમાંથી વેઈટિંગ લિસ્ટ સાથે હવે 4311 જેટલા ઉમેદવારો પાસ થયા છે.
PSIમાં કેટલી જગ્યા માટે ભરતી
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).