ફેસ ઓફ નેશન, 06-05-2020 : આજે મધરાતથી સમગ્ર અમદાવાદને તાળાબંધી કરી દેવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા સમગ્ર અમદાવાદમાં કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું છે કે, સમગ્ર અમદાવાદમાં એસઆરપી, બીએસએફ અને આરએએફની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવશે. કોરોનાને કાબુમાં લેવા માટે સખ્ત કાર્યવાહીની તાતી જરૂરિયાત હતી. આજે જે કાર્યવાહી કરવામાં આવે તે અગાઉ થી જ કરવામાં આવી હોત તો આજે પરિણામ કઈ જુદું જ હોત. ખેર ! દેર આયે દુરસ્ત આયેની જેમ મોડા મોડા પણ હવે કડકાઈ દાખવી તે આવકાર દાયક છે. કોરોનાને નાથવા આ અત્યંત જરૂરી છે પરંતુ હાલ આ જાહેરાત થતા જ લોકો સોશિયલ ડિસ્ટન્સની ઐસી કી તૈસી કરીને શાકભાજી, કરિયાણું લેવા ઉમટી પડ્યા છે.
કાલથી બધું બંધ થઇ જવાનું હોઈ લોકો આજે શાકભાજી, કરિયાણું લેવા ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં લોકો ટોળે વળીને શાકભાજી લેવા રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. દુકાનોમાં કે શાકભાજીની લારીઓ ઉપર સોશિયલ ડીસ્ટન્સનું પાલન થતું જોવા મળી રહ્યું નથી. લોકોને આ બેદરકારીને કારણે જ કોરોનાના કેસો વધ્યા છે તેવામાં આવી કામગીરી કોરોનાને વધુ ફેલાવશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
સપાટો : રાજીવ ગુપ્તાએ અને ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમારે અધિકારીઓ પાસે માંગ્યો અહેવાલ, જુઓ Video
અમદાવાદ અભેદ્ય કિલ્લાબંધીમાં ફેરવાશે, BSF-RAFની કંપનીઓ તહેનાત થશે : DGP, જુઓ Video
અમદાવાદ અભેદ્ય કિલ્લાબંધીમાં ફેરવાશે, BSF-RAFની કંપનીઓ તહેનાત થશે : DGP, જુઓ Video
પરપ્રાંતીયો વતન રવાના થઇ રહ્યા છે પછી ફેકટરીઓ ખોલવા અપાતી છૂટછાટ શું કામની ?