જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરી ધરપકડની માંગ
યુવતીના પરિવારજનોને ચાર લાખની સહાય કરાઈ
Face Of Nation:સુરતઃપુણા ગામ વિસ્તારમાં શુક્રવારના રોજ લોખંડના ઈલેક્ટ્રીક થાંભલાને અડકતા કાજલ નામની યુવતીનું મોત થયું હતું. ડીજીવીસીએલની બેદરકારીના કારણે મોત થયાના આક્ષેપ સાથે પરિવાર અને સમાજ સહિત શહેરના લોકોએ સ્મિમેર હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. યુવતીનું ગઈકાલે મોત થયું હોવા છતાં પરિવારે બીજા દિવસે પણ મૃતદેહ સ્વિકારાયો નહોતો.બાદમાં ઈન્ચાર્જ ક્લેક્ટરે મધ્યસ્થી કરતાં પરિવારે મૃતદેહ સ્વિકાર્યો હતો. સાથે જ પરિવારને ચાર લાખની આર્થિક સહાય પણ કરવામાં આવી હતી.