મૃતકોમાં મોટા ભાગ બિહાર અને બંગાળના
60 ફૂટની કંપાઉન્ડ દીવાલ ધરાશાયી
પ્રાથમિક તપાસમાં કન્સ્ટ્રક્શન વિભાગની બેદકરારી: કલેક્ટર
Face Of Nation:પૂણે: કોંધવામાં ભારે વરસાદના કારણે ઝૂંપડપટ્ટી પર દીવાલ ધરાશાયી થતા 4 બાળકો સહિત 15 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે બે લોકોની હાલત ગંભીર છે. હજુ કાદવમાં કેટલાક લોકોના ફસાયા હોવાની આશંકા છે. NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.
60 ફૂટની કંપાઉન્ડ દીવાલ ધરાશાયી
પૂણેમાં ભારે વરસાદના કારણે ભયાનક દુર્ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે 60 ફૂટની કંપાઉન્ડ દીવાલ ઝૂંપડપટ્ટી પર ધરાશાયી થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ઝૂંપડપટ્ટીમાં લોકો સુતા હતા. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે મૃતકોમાં ચાર બાળકો પણ સામેલ છે. ઘટનામાં ગંભીર થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મૃતકોમાં મોટા ભાગના બિહાર અને બંગાળના
ભારે વરસાદના કારણે દીવાલ ધરાશાયી થઈ છે. આ ઘટનાની તપાસ કરતા કન્સ્ટ્રક્શન વિભાગની બેદરકારી સામે આવી રહી છે. 15 લોકોના મોત કોઈ નાની ઘટના નથી. મૃતકોમાં મોટા ભાગના બિહાર અને બંગાળના લોકો છે. પીડિતોની મદદ માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પૂણે અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા હજુ ચાર દિવસમાં પૂણે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતા મુજબ અરબ સાગર ઉપર પ્રેશર સર્જાતાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મુંબઈમાં શુક્રવારથી વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રોડ રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી 24 કલાક મુંબઈમાં ભારે વરસાદની શક્યતા છે.