Face of Nation 17-12-2021: પંજાબ વિધાનસભા ચૂંટમી પહેલા આખરે જે જાહેરાતની રાહ જોવાતી હતી તે આજે થઈ ગઈ છે. કોંગ્રેસ છોડી પોતાનો અલગ પક્ષ બનાવનાર પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બીજેપીની સાથે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. શુક્રવારે પંજાબ પ્રભારી ગજેન્દ્ર શેખાવતની સાથે મુલાકાત કર્યા બાદ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે.
પંજાબ બીજેપીના પ્રભારી સાથે મુલાકાત કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું હતું કે અમે નિશ્ચિત રૂપથી પંજાબ વિધાનસભાની ચૂંટણી જીતીશું અને તેમાં બેઠક વહેંચણીનો રોલ મહત્ત્વપૂર્ણ રહેશે. બીજી બાજુ ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું છે કે અમે પંજાબ વિધાનસભા ચૂંટણી અમરિંદર સિંહની પાર્ટી સાથે મળીને લડીશું.
અગાઉ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનને લઈને કેન્દ્રિય મંત્રી અને ભાજપાના પંજાબ ચૂંટણી પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી. પંજાબના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યા પછી કેપ્ટનને પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીની રચના કરી નાંખી હતી અને બીજેપીની સાથે ચૂંટણી લડવાનો સંકેત પણ આપી દીધો હતો.
શેખાવત એ જણાવ્યું છે કે યોગ્ય સમય પર સીટોના તાલમેલ વિશે જાહેરાત કરી નાંખવામાં આવશે. કેપ્ટનને જણાવ્યું છે કે અમારું ગઠબંધન નિશ્ચિત રીતે 101 ટકા ચૂંટણી જીતશે. બેઠકોનું ગણિત જીતની સંભાવનાના હિસાબે નક્કી કરવામાં આવશે. પંજાબમાં શિરોમણી અકાલી દળની સાથે બીજેપીનું ખુબ જ જૂનું ગઠબંધન હતું પરંતુ કેન્દ્રના ત્રણેય કૃષિ કાયદાઓ મુદ્દા પર બન્ને પક્ષોનું ગઠબંધન તૂટી ગયું હતું.
પંજાબમાં આગામી વર્ષથી શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, જ્યાં અત્યારે કોંગ્રેસની સરકારર અને સીએમ ચરણજીત સિંહ ચન્ની તેમનો ચહેરો છે. પંજાબમાં બીજેપી, અકાલી દળ સિવાય આમ આદમી પાર્ટી પુરું જોર લગાવી રહી છે અને અરવિંદ કેજરીવાલ છેલ્લાં કેટલાંક દિવસોમાં પંજાબમાં ઘણી ચૂંટણી રેલીઓ કરી ચૂક્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)