Home Uncategorized PMને પણ કરતાલ વગાડવા બેસાડી દે તેવો સમય એટલે “ચૂંટણી”, પંજાબ જીતવા...

PMને પણ કરતાલ વગાડવા બેસાડી દે તેવો સમય એટલે “ચૂંટણી”, પંજાબ જીતવા ખુદ મોદી મેદાને

Face of Nation 16-02-2022 : પંજાબની ચૂંટણી જીતવા ખુદ મોદી મેદાને ઉતર્યા છે. વડાપ્રધાનને પણ કરતાલ વગાડવા જમીન ઉપર બેસાડી એવો સમય એટલે ચૂંટણી એમ કહેવામાં કોઈ બે મત નથી. હાલ પંજાબમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વડાપ્રધાન સહીત ભાજપના નેતાઓ ચૂંટણી જીતવા શક્ય એટલા તમામ પ્રયાસો કરી રહ્યા છે. PM મોદીએ રવિદાસ મંદિર દિલ્હી ખાતે કરતાલ વગાડ્યું હતું. પીએમ મોદીએ રવિદાસ મંદિરમાં ભક્તો સાથે ભજનમાં ભાગ લીધો હતો, સાથે કરતાલ પણ વગાડ્યું હતું.

આજે દિલ્હીના કરોલ બાગ સ્થિત ગુરુ રવિદાસ વિશ્રામ ધામ મંદિર પહોંચ્યા હતા. મોદીએ કહ્યું હતું કે તેમણે અહીં લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે.દિલ્હીના કરોલ બાગમાં રવિદાસ મંદિરે દર્શન કર્યાં હતાં

આ દરમિયાન ભક્તો ભજન ગાઈ રહ્યા હતા, મોદી પણ તેમની સાથે જોડાયા હતા. વડાપ્રધાને ભક્તોની વચ્ચે બેસીને કરતાલ વગાડ્યું હતું. ઉત્તરપ્રદેશમાં પણ રવિદાસ જયંતીના અવસર પર ઘણા મોટા નેતાઓ તેમના જન્મસ્થળ પર પહોંચી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્ની બુધવારે વારાણસીના શિરગોવર્ધનપુર ખાતે સંત રવિદાસ મહારાજના જન્મસ્થળનાં દર્શન કરશે.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું, બુધવારે મહાન સંત ગુરુ રવિદાસ જીની જન્મજયંતી છે. તેમણે સમાજમાંથી જાતિવાદ અને અસ્પૃશ્યતા જેવાં દૂષણોને દૂર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેઓ આજે પણ આપણા બધાને પ્રેરણા આપે છે.

સંત રવિદાસ 15મીથી 16મી સદી દરમિયાન ભક્તિ આંદોલન સાથે સંકળાયેલા હતા અને તેમના ભજન ગુરુ ગ્રંથ સાહિબમાં સામેલ છે. તેમને 21મી સદીના રવિદાસીય ધર્મના સ્થાપક માનવામાં આવે છે. રવિદાસ જયંતી માઘ પૂર્ણિમાના રોજ ઊજવવામાં આવે છે, જે હિન્દુ કેલેન્ડર અનુસાર માઘ મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).