Home News પંજાબીઓને બલ્લે બલ્લે…! કેબિનેટની મંજૂરી : દરેક પરિવારને મળશે ઘરદીઠ 600 યુનિટ...

પંજાબીઓને બલ્લે બલ્લે…! કેબિનેટની મંજૂરી : દરેક પરિવારને મળશે ઘરદીઠ 600 યુનિટ FREE વીજળી; ભગવંત માન સરકારે કરેલો વાયદો નિભાવ્યો!

Face Of Nation 06-07-2022 : પંજાબમાં ભગવંત માન સરકારે કરેલો વાયદો નિભાવ્યો છે. દરેક પરિવારને મહિને 300 યુનિટ એટલે કે પ્રતિબિલ 600 યુનિટ વીજળી મફત અપવનના નિર્ણયને કેબિનેટે પણ વધાવી લીધો છે. સરકારે ચૂંટણી ઢંઢેરામાં પણ મફત વીજળીનાં મુદ્દાને એટલું જ મહત્વ આપ્યું હતું.
હવેથી દરેક બિલ પર 600 યુનિટ વીજળી માફ થશે
ભગવંત માને ટ્વિટ કરીને કહ્યું હતું કે અમે એક મોટી ગેરંટી આપી હતી. અમે કહ્યું હતું કે સરકાર બનતા જ અમે 300 યુનિટ ફ્રી વીજળી મફત આપીશું. સરકારનાં આ નિર્ણય પર આજે કેબિનેટની મહોર લાગી ગઈ છે અને હવેથી દરેક બિલ પર 600 યુનિટ વીજળી માફ થશે. અમે પંજાબની જનતાને કરેલો વાયદો પૂરો કરીશું.
વપરાશકર્તાએ પૂરેપૂરું બિલ ચૂકવવું પડશે
આ નિયમ પ્રમાણે જો વીજળી બિલ બે મહિનામાં 600 યુનિટ કરતાં વધારે આવે તો વપરાશકર્તાએ પૂરેપૂરું બિલ ચૂકવવાનું રહેશે. જો વપરાશ કરતાં SC, ST કે BPL ધારક હશે અથવા સ્વાતંત્ર્ય સેનાની હશે તો તેઓને 600 યુનિટ કરતાં વધારાનાં જેટલા યુનિટ્સ થયા હશે એટલું જ બિલ આપવાનું રહેશે. અત્યાર સુધી SC, ST કે BPL ધારક અથવા સ્વાતંત્ર્ય સેનાનીઓને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવતી હતી. આવા 21 લાખ જેટલા લોકો અત્યાર સુધી આ લાભ મેળવી રહ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).