Face Of Nation 21-03-2022 : પુષ્કરસિંહ ધામી ફરી એક વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે. ભાજપના ધારાસભ્યો દળની બેઠકમાં ધામીને સર્વસહમતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. બેઠકમાં ભાજપના કેન્દ્રીય પર્યવેક્ષક રાજનાથ સિંહ અને મીનાક્ષી લેખી પણ ઉપસ્થિત હતા. પુષ્કરસિંહ ધામી 23 માર્ચનાં રોજ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. પુષ્કરસિંહ ધામી વિધાનસભા ચૂંટણી ખટીમા બેઠક પરથી હારી ગયા હોવાને કારણે અન્ય નેતાઓ મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરવા લાગ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન રાજનાથ સિંહે કહ્યું હતું કે ધામી ફ્લાવર ભી હૈ ઔર ફાયર ભી.
ધારાસભ્યોએ લીધા શપથ
આ પહેલા ઉત્તરાખંડની પાંચમી વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ પ્રોટેમ સ્પીકર બંશીધર ભગતે સોમવારે સવારે શપથ અપાવ્યા. અનુપમા રાવતે સૌથી પહેલા શપથ લીધા. કોંગ્રેસ ધારાસભ્ય તિલક રાજ બેહડ કોઈ કારણસર શપથ ગ્રહણ સમારંભમાં પહોંચી શક્યા ન હતા. ધારાસભ્ય રુતુ ખંડૂરી અને મહારાજે સંસ્કૃત અને કિશોર ઉપાધ્યાયે ગઢવાલીમાં શપથ લીધા. આ પહેલા રાજ્યપાલ લેફટનન્ટ જનરલ ગુરમીત સિંહ(સેનિ)એ બંશીધર ભગતને પ્રોટેમ સ્પીકરના શપથ અપાવ્યા. શપથ ગ્રહણ બાદ સભ્યો દ્વારા વિધાનસભા અધ્યક્ષની પસંદગી કરાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).