Face Of Nation 05-03-2022 : રશિયાએ ચીનને આશ્વાસન આપ્યું છે કે યુક્રેનમાં ફસાયેલા ચીની નાગરિકોને રશિયન સેના એરપોર્ટ પહોંચાડશે.બીજી બાજુ રશિયાની સરકારી વિમાની કંપની એરોફ્લોતે પોતાની તમામ ફ્લાઈટ્સની ઉડ્ડયન સેવા બંધ કરી છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો 10મો દિવસ છે. બીજી તરફ રશિયાએ યુક્રેનનાં બે શહેરોમાં સીઝફાયરની જાહેરાત કરી છે. યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયા તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અહીં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં નહીં આવે ત્યાં સુધી હુમલા કરવામાં આવશે નહીં. ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યે સીઝફાયર કરવામાં આવ્યું છે. જોકે, મારિયુપોલમાં હ્યુમન કોરિડોર થોડા કલાકો બાદ જ બંધ કરી દેવામાં આવ્યું છે. યુક્રેનનો આરોપ છે કે રશિયા સીઝફાયરની શરતોનું પાલન નથી કરી રહ્યું.
ઈઝરાયલના પ્રધાનમંત્રી નફ્ટાલી ઓચિંતા જ મોસ્કો પહોંચ્યા
ઈઝરાયલના પ્રધાનમંત્રી નફ્ટાલી બેનેટ શનિવારે ઓચિંત જ મોસ્કો પહોંચ્યા છે. તેમની સાથે ઈન્ટેલિજન્સ ચીફ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે વ્લાદિમીર પુતિન અને બેનેટ વચ્ચે વાતચીત ચાલી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર ઝેલેન્સ્કીએ બેનેટને મધ્યસ્થતા કરવા માટે અપીલ કરી હતી. ઈઝરાયલનું વલણ અત્યાર સુધી તટસ્થ રહ્યું છે. બેનેટ અંગે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પુતિનને સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે તૈયાર કરી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized સાથી દેશોની દોસ્તી ! યુક્રેનમાં ફસાયેલા ચીની નાગરિકોને રશિયન સેના એરપોર્ટ પહોંચાડશે