Home Uncategorized પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે 35 મિનિટ સુધી કરી વાત, હવે પુતિનને...

પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે 35 મિનિટ સુધી કરી વાત, હવે પુતિનને કરશે ફોન

Face Of Nation 07-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર 35 મિનિટ સુધી વાત કરી છે. 24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા પછી 26 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદીએ ઝેલેન્સ્કી સાથે પહેલીવાર વાત કરી હતી. આજે મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ વાત કરશે.
પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 35 મિનિટ સુધી વાતચીત ચાલી હતી. આ દરમિયાન તેમણે રશિયા-યુક્રેન વચ્ચેના સીધા સંવાદની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે યુક્રેનના સમર્થનનો આભાર માન્યો હતો. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે યુક્રેન સરકારનો સહયોગ માંગ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).