Face Of Nation 17-03-2022 : યુક્રેન પર વિજય મેળવ્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ નાટો દેશો લાતવિયા, લિથુઆનિયા અને એસ્ટોનિયા પર હુમલો કરીને કબજે કરવા માંગે છે. એટલું જ નહીં, પુતિન સ્વીડનના કેટલાક ભાગોને પણ કબજામાં લેવા માંગે છે. રશિયાના એક અધિકારીએ એક ટીવી શો દરમિયાન પુતિનના આ ઈરાદાનો ખુલાસો કર્યો છે.
સરહદની નજીક અભ્યાસ કરી રહ્યા છે
રશિયન એરફોર્સના પૂર્વ કર્નલ ઇગોર કોરોટચેન્કોએ જણાવ્યું હતું કે નાટોએ પૂર્વ યુરોપમાં હજારો સૈનિકોને મોકલ્યા છે, જેઓ રશિયાની સરહદની નજીક અભ્યાસ કરી રહ્યા છે. આ કારણે, એવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે પુતિન આ બાલ્ટિક દેશો પર હુમલો કરી શકે છે અને તેને કબજે કરી શકે છે.
સ્વીડનને ધમકી આપી ચુક્યા છે પુતિન
NATOમાં સામેલ થવા બાબતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સ્વીડનને ધમકી આપી ચુક્યા છે. આ બાબતે રશિયાએ કહ્યું હતુ કે, સ્વીડને NATOમાં સામેલ થવાના ગંભીર પરિણામ ભોગવવા પડશે. આ ઉપરાંત તેણે સૈન્ય અને રાજકીય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે.
મોલ્દોવા પર પણ હુમલો થઈ શકે છે
હાલમાં જ પુતિનના ખાસ સહયોગી અને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેંકો નકશા પર રશિયાના હુમલાના માર્ગો અને તે સ્થાનો વિશે માહિતી આપી રહ્યા હતા, જ્યાં આગામી દિવસોમાં રશિયા બોમ્બમારો કરી શકે છે. આ નકશામાં મોલ્દોવા પણ સ્પષ્ટ દેખાતું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).