Face Of Nation 29-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ 34માં દિવસે પણ ચાલી રહ્યું છે. બીજી બાજુ યુદ્ધના ડિપ્લોમેટિક ઉપાય માટે તુર્કીમાં ચાલતી રશિયા-યુક્રેન ડેલિગેશનની બેઠક પૂરી થઈ ગઈ છે. જોકે હજી સુધી ઓફિશિયલી આ બેઠકનું પરિણામ નથી આવ્યું. જોકે અમુક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, બંને દેશો સીઝફાયર માટે સહમત થઈ શકે છે. મીટિંગ પછી રશિયા ડેલિગેશનના એક સભ્યએ દાવો કર્યો છે કે, ટૂંક સમયમાં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે મુલાકાત થઈ શકે છે.
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ 34મા દિવસે પણ ચાલુ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 34મા દિવસે પણ ચાલુ છે. બીજી તરફ, આ સંકટ બાબતે ડિપ્લોમેટિક સમાધાનનો પણ રસ્તો શોધવામાં આવી રહ્યો છે. આ જોતાં રશિયાના અબજોપતિ અને ચેલ્સી ફૂટબોલ ક્લબના માલિક રોમન અબ્રામોવિચ યુક્રેનના રાષ્ટ્રપતિનો પત્ર લઈને પુતિન પાસે પહોંચ્યા હતા. આ પત્રમાં ઝેલેન્સ્કીએ એવી શરતો વિશે જણાવ્યું હતું કે જેના દ્વારા યુદ્ધને રોકી શકાય છે. આ બાબતે ઉશ્કેરાઈ ગયેલા પુતિને કહ્યું હતું કે, હું યુક્રેનને ખતમ કરી નાખીશ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized તુર્કીમાં બંને દેશોના ડેલિગેશનની બેઠક પૂર્ણ; વ્લાદિમિર પુતિન અને યુક્રેનના ઝેલેન્સકી વચ્ચે...