Home World હવે નાના દેશોને ધમકી; યુક્રેનની મદદ કરશો તો પાયમાલ કરી દઈશ, NATO...

હવે નાના દેશોને ધમકી; યુક્રેનની મદદ કરશો તો પાયમાલ કરી દઈશ, NATO દેશોને વ્લાદિમીર પુતિનની સીધી ધમકી!

Face Of Nation 15-04-2022 : રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 50 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. અનેક દેશોના હસ્તક્ષેપ છતાં રશિયા અને યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ પગલાં નથી લઈ રહ્યાં. આ વચ્ચે યુક્રેનના સશસ્ત્ર દળોની કમાને કહ્યું કે, રશિયન સેના, યુક્રેનના દોનેત્સક અને ખેરસોન વિસ્તારમાં હુમલાઓ કરવાની યોજના બનાવી રહી છે. તો બીજીતરફ વ્લાદિમીર પુતિનની સીધી ધમકી આપી હતી કે, નાટો દેશો યુક્રેનની મદદ કરશો તો તેમને પાયમાલ કરી દઈશ. તો અમેરિકા, ઝેલેન્સ્કીને મળવા માટે ઉચ્ચ સ્તરીય અધિકારીઓને કીવ મોકલવા અંગે વિચાર કરી રહ્યું છે. આ વચ્ચે યુક્રેને બ્લેક સીમાં રશિયન વોરશિપને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી દીધી છે. રશિયન રક્ષા મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે- બ્લેક સીની રક્ષા કરનારી નેપ્ચ્યુન મિસાઈલે રશિયન જહાજને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. જો કે રશિયાએ દાવો કર્યો કે, વિસ્ફોટ પહેલા જ જહાજની અંદરથી બધાને બહાર કાઢી લીધા હતા.બીજીતરફ રશિયાએ કહ્યું કે, જો ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં સામેલ થશે તો અમે બાલ્ટિકમાં અમારું ડિફેન્સ મજબૂત કરવા માટે મજબૂર બનીશું, જેમાં પરમાણુ હથિયારોની તહેનાતી પણ સામેલ છે.
રશિયાએ 398 અમેરિકી સાંસદો પર પ્રતિબંધ મૂક્યો
રશિયાએ અમેરિકાની સંસદના 398 સભ્યોને ટ્રાવેલ બેન લિસ્ટમાં મૂકી દીધા છે. રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા દ્વારા ગત મહિને રશિયન સાંસદો પર પ્રતિબંધ લગાવાયો હતો, જેના જવાબમાં રશિયાએ આ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત રશિયાએ કેનેડીયન સેનેટના 87 સભ્યો પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો બીજીતફ બ્રિટન સરકારે બે રશિયન વિરૂદ્ધ પ્રતિબંધની જાહેરાત કરી છે. જેમાં ચેલ્સી ફુટબોલ ક્લબના ડાયરેક્ટર યુજીન ટેનેંબોમ અને ચેલ્સીના માલિક રોમ અબ્રામોવિચના સહયોગી ડેવિડ ડેવિડોવિચના નામ સામેલ છે.
જર્મનીએ જપ્ત કરી દુનિયાની સૌથી મોટી સુપરયાટ
જર્મનીએ દુનિયાની સૌથી મોટી સુપરયાટ ‘દિલબર’ જપ્ત કરી છે. આ કાર્યવાહી તપાસમાં તે વાત સામે આવ્યા બાદ કરાઈ છે કે આ સુપરયાટ પ્રતિબંધિત રશિયન એલિશર ઉસ્માનોવની બહેનની છે. આ સુપરયાટની કિંમત 60 કરોડ અમેરિકી ડોલર જણાવવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).