Home World રશિયા સામે કેનેડાએ આકરા પગલાં લીધાં; રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 2 દીકરીઓ અને...

રશિયા સામે કેનેડાએ આકરા પગલાં લીધાં; રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 2 દીકરીઓ અને રશિયન વિદેશ મંત્રીના પત્ની પર મૂક્યો પ્રતિબંધ!

Face Of Nation 20-04-2022 : યુક્રેન યુદ્ધમાં રશિયાને ઘેરવા માટે પશ્ચિમી દેશ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે વ્યક્તિગત રીતે પગલા ભરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખી કેનેડાએ પુતિનની બે દીકરીઓ સહિત 14 લોકો ઉપર પ્રતિબંધ મુક્યો છે. ગ્લોબલ અફેયર્સ કેનેડાના અહેવાલ પ્રમાણે ટ્રુડો સરકારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવના પત્ની અને પુતિનની બન્ને દીકરીઓ સહિત કેટલાક રશિયન અબજપતિઓ પર પણ પ્રતિબંધની જાહેરાત કરી છે. તો બીજીતરફ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, રશિયા ખેરસોન અને માયકોલાઈવ વિસ્તારમાં પોતાના કબજાને યોગ્ય ઠરાવવા માટે ખોટો જનમત સંગ્રહ કરાવવા તૈયાર છે. બીજીબાજુ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે રશિયાને અપીલ કરી છે ઈસ્ટરને ધ્યાનમાં રાખી 21 એપ્રિલથી 24 એપ્રિલ સુધી યુદ્ધને અટકાવી દે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).