Home News અમદાવાદ : ક્વોરેન્ટાઇનમાં રહેલા લોકો બિન્દાસ્ત રમે છે ક્રિકેટ, જુઓ સમરસ હોસ્ટેલનો...

અમદાવાદ : ક્વોરેન્ટાઇનમાં રહેલા લોકો બિન્દાસ્ત રમે છે ક્રિકેટ, જુઓ સમરસ હોસ્ટેલનો આ Video

ફેસ ઓફ નેશન, 22-04-2020 : સરકારી તંત્રની પોલ ઉઘાડતો એક વિડીયો સોશિયલ સાઇટ્સ ઉપર વાયરલ થયો છે. અમદાવાદની સમરસ હોસ્ટેલમાં કોરોના પોઝિટિવ લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યાં લોકો એકઠા થઈને ક્રિકેટ રમી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. તંત્રની સજાગતાના લીરેલીરા ઉડાડતો આ વિડીયો સ્પષ્ટ ચાડી ખાય છે કે, તંત્ર કોરોના મામલે કેટલું ગંભીર છે.
આ અંગે સમરસ હોસ્ટેલમાં જ રહેલા અને ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા એક વ્યક્તિએ ફેસ ઓફ નેશન સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અહીં રોજ કેટલાક લોકો ભેગા થઈને ક્રિકેટ રમે છે. જેને લઈને અન્ય લોકોના સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાય છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, બેસવા માટેની બેન્ચને ક્રિકેટના સ્ટમ્પ બનાવી દેવામાં આવી છે. જો કે આ લોકોને ક્રિકેટ રમવાની વ્યવસ્થા કોણે કરી આપી તે એક મોટો પ્રશ્ન છે. આ સમગ્ર મામલે વધુ એક વાર કોર્પોરેશનની બેદરકારી છતી થઇ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

https://youtu.be/WllD6MSTjMI

સમગ્ર દેશમાં કોરોનાના કેસો મામલે ગુજરાત બીજા નંબરે પહોંચી ગયું : શ્રેય કોને ? સત્તાને કે અધિકારીઓને ?

કોરોનાની સારવારમાં ખાનગી હોસ્પિટલને બખ્ખા : પ્રસંગની જેમ લાખ્ખોમાં પેકેજ !