ફેસ ઓફ નેશન, 15-04-2020 : અમદાવાદના કોટ વિસ્તારમાં વર્ષો બાદ કર્ફ્યુ નાખી દેવામાં આવ્યો છે. આ કર્ફ્યુ રમખાણોને લઈને નહીં પરંતુ રોગચાળાને ફેલાતો અટકાવવા નાખવામાં આવ્યો છે. જો કે આવું પ્રથમ વાર બન્યું છે. આજ સવારથી જ સમગ્ર કોટ વિસ્તારમાં કર્ફ્યુનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. બેરિકેડ સાથે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે અને RAF, BSFની ટુકડીઓ દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
કોટ વિસ્તાર અને દાણીલીમડામાં કેસોની સંખ્યા વધુ હોવાથી આજથી કોટ વિસ્તાર અને દાણીલીમડા સહિત 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કોટ વિસ્તારમાં જવાના તમામ રસ્તા પર બેરીકેડ લગાવી બ્લોક કરી દેવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં અંદરના ભાગમાં પોલીસ ચુસ્ત પેટ્રોલિંગ કરી રહી છે. સવારથી કોઈ વ્યક્તિ બહાર જોવા મળી નથી. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
મુખ્યમંત્રી રૂપાણી સાથે બેઠકમાં ગયેલા ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ