Home News અમદાવાદ શહેરી વિસ્તારમાં RAF, ઘર બહાર નીકળનારાઓની કડક પૂછપરછ, રસ્તા સુમસામ, જુઓ...

અમદાવાદ શહેરી વિસ્તારમાં RAF, ઘર બહાર નીકળનારાઓની કડક પૂછપરછ, રસ્તા સુમસામ, જુઓ Video

ફેસ ઓફ નેશન, 04-04-2020 : અમદાવાદ કોરોના વાઇરસનું હોટ સ્પોટ બની ગયું છે. શહેરી વિસ્તાર RAF(રેપિડ એક્શન ફોર્સ)ના હવાલે કરી દેવામાં આવ્યો છે. જે વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયા છે તેવા વિસ્તારમાં ક્લસ્ટર કન્ટેઈન્ટમેઇન્ટ કરી બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારને ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કાલુપુર, શાહપુર, રખિયાલ, જમાલપુર અને દાણીલીમડાની સોસાયટી તથા ફ્લેટને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ પાંચ વિસ્તારમાં આવેલા 493 મકાનમાં 2252 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. શાહપુર, જમાલપુર, કાલુપુર જેવા વિસ્તારોમાં RAFની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં RAF દ્વારા ઘર બહાર નીકળતા લોકોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, નિયમોનું પાલન ન કરનારા વિરુદ્ધ RAF કડકાઈથી વર્તી રહી છે અને લોકોને ઘરમાં રહેવા સૂચના આપી રહી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પણ આ વિસ્તારોની મુલાકાત લઇ પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી સાથે જ સીસીટીવી દ્વારા સમગ્ર વિસ્તારનું મોનીટરીંગ કર્યું હતું.

https://youtu.be/pE0tbYuv59k

લોકડાઉનના ઉલ્લંઘનને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો

વાંચો : અગાઉ આ IAS અધિકારીએ કહ્યું હતું કે, ઘરમાં દીપ પ્રગટાવવાથી વાઇરસનો સામનો કરી શકાય છે