Home Uncategorized પી ચિદમ્બરના બચાવમાં આવ્યા રાહુલ અને પ્રિયંકા:કહ્યું ,ચિદમ્બરમની છાપ ખરાબ કરવાનો પ્રયાસ

પી ચિદમ્બરના બચાવમાં આવ્યા રાહુલ અને પ્રિયંકા:કહ્યું ,ચિદમ્બરમની છાપ ખરાબ કરવાનો પ્રયાસ

Face Of Nation: INX મીડિયા કેસમાં પી ચિદમ્બર વિરોધી ઈડી અને સીબીઆઈની કાર્યવાહીને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ષડયંત્ર ગણાવ્યું છે. રાહુલે કહ્યું કે, કેન્દ્રસરકાર ચિદમ્બરમની છાપ ખરાબ કરવા માટે એજન્સીઓ અને મીડિયાનો ઉપયોગ કરી રહી છે. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ચિદમ્બરમના આગોતરા જામીનની અરજીને ફગાવી દીધી હતી. ત્યારબાદ મોડી રાતે ઈડી અને સીબીઆઈની ટીમ ચિદમ્બરના ઘરે પહોંચી હતી પરંતુ તે મળ્યા ન હતા. હવે કોંગ્રેસ ચિદમ્બરમની તરફેણમાં સીજેઆઈ સમક્ષ પોતાનો પક્ષ રજુ કરશે.

કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે ચિદમ્બરમ સામે તપાસ કરતી એજન્સીઓ વિશે ટીપ્પણી કરી છે. તેમણે ટ્વિટમાં કહ્યું છે કે, મોદી સરકાર ઈડી, સીબીઆઈ અને એક મીડિયા વર્ગનો ચિદમ્બરમનું ચરિત્ર ખરાબ કરવા માટે ઉપયોગ કરી રહી છે. હું તાકાતના આ ખોટો ઉપયોગની નિંદા કરુ છું.કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ચિદમ્બરમજી રાજ્યસભાના એક સમ્માનિત સભ્ય છે, જેમણે દાયકાઓથી નાણા મંત્રી અને ગૃહમંત્રી તરીકે દેશની ઈમારનદારીથી સેવા કરી છે. તે ગભરાયા વિના સત્ય બોલે છે. પરંતુ ડરપોક લોકો માટે સત્ય મુશ્કેલીનું કારણ બને છે અને તેથી જ એજન્સીઓ તેમની છાપ ખરાબ કરવા માટે પાછળ પડી ગઈ છે. અમે તેમની સાથે ખડેપગે છીએ અને સત્ય માટે લડતા રહીશું, પછી ભલે ગમે તે પરિણામ આવે.