Face Of Nation 13-06-2022 : નેશનલ હેરાલ્ડ કેસમાં EDની સામે હાજર થયેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તપાસ અધિકારીઓએ લગભગ 3 કલાક સુધી પૂછપરછ કરી. આ દરમિયાન રાહુલે લગભગ 50 સવાલ પૂછ્યા. રાહુલ ગાંધીના જવાબોમાંથી નીકળતા સવાલોને કારણે આ પૂછપરછ લાંબી ખેંચાતી ગઈ.
રાહુલે ફોન પોતાની પાસે રાખ્યો ન હતો
આ પહેલાં લગભગ સવા 11 વાગ્યે ED ઓફિસ પહોંચ્તા જ ત્યાં હાજર સુરક્ષાકર્મચારીઓએ તેમને મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ અંગે પૂછ્યું તો રાહુલે તેમને કહ્યું, ‘તમે ચેક કરી લો. આ તમારી ડ્યૂટી છે.’ જો કે રાહુલ ગાંધીએ મોબાઈલ ફોન પોતાની પાસે રાખ્યો ન હતો. તેમના હાથમાં EDના સમનની કોપી જ હતી.
સુરક્ષાકર્મીઓને તેમનું નામ પૂછ્યું
જે બાદ રાહુલ ગાંધીને સુરક્ષાકર્મીઓની સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર રેન્કના તપાસ અધિકારી પાસે લઈ જવામાં આવ્યા. રસ્તામાં રાહુલ ગાંધીની સાથે ચાલી રહેલા સુરક્ષાકર્મીઓને તેમનું નામ પૂછ્યું. સાથે જ એમ પણ કે તમે કેટલા દિવસથી અહીં કાર્યરત છો. શું તપાસ માટે અહીં આવતી દરેક વ્યક્તિને આ રીતે જ તપાસ અધિકારી પાસે લઈ જાય છે? જો કે સુરક્ષાકર્મી અને EDના કર્મચારીઓ માત્ર હસતાં જ રહ્યાં. તેમને કોઈ જવાબ ન આપ્યો.
તમે બેસો, સાહેબ આવી રહ્યાં છે
રાહુલ ગાંધી જ્યારે તપાસ અધિકારીના રૂમમાં પહોંચ્યા, ત્યારે તે અધિકારી હાજર ન હતા. પૂછવામાં આવતા અન્ય કર્મચારીએ કહ્યું કે, તમે બેસો, સાહેબ આવી રહ્યાં છે. રાહુલ અધિકારી ન આવ્યા ત્યાં સુધી ઊભા જ રહ્યાં. અધિકારી જ્યારે પહોંચ્યા તો તેમને રાહુલ ગાંધીને બેસવાનું કહ્યું. માસ્ક પહેરેલા રાહુલ ગાંધીએ કહ્યું, ‘થેન્ક્સ! મને જે કંઈ પૂછવું હોય તે પૂછો. હું તૈયાર છું.’
EDએ 50થી વધુ સવાલ તૈયાર રાખ્યા હતા
રાહુલ ગાંધીને પાણી આપવામાં આવ્યું. તેમને ચા અને કોફી અંગે પણ પૂછવામાં આવ્યું. જો કે તેમને દરેક વસ્તુ માટેનો ઈનકાર કરી દીધો. એક વખત પણ પોતાનું માસ્ક ન હટાવ્યું. રાહુલ ગાંધીએ તપાસ અધિકારીને તેમનું નામ અને પદ અંગે પણ પૂછ્યું. રાહુલ ગાંધીએ અધિકારીને કહ્યું, ‘અહીં માત્ર કોંગ્રેસના નેતાઓની પૂછપરછ થાય છે કે કોઈ અન્યને તમે લોકો બોલાવો છો?’ જો કે અધિકારીઓએ આ અંગે કોઈ જ જવાબ ન આપ્યો. રાહુલ ગાંધીને પૂછવા માટે EDએ 50થી વધુ સવાલ તૈયાર રાખ્યા હતા. જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીના જવાબમાંથી નીકળતા સવાલોની સંખ્યા વધતી ગઈ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).