Face Of Nation, 04-11-2021: પૂર્વ ભારતીય કેપ્ટન અને હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ રાહુલ દ્રવિડ હવે ટીમ ઇન્ડિયાના હેટ કોચ બની ગયા છે. તેમણે ભારતીય સીનિયર પુરૂષ ક્રિકેટ ટીમના ચીફ કોચ માટે આવેદન કર્યું હતું. તેઓ ટી-20 વર્લ્ડકપ 2021 બાદ રવિ શાસ્ત્રીનું સ્થાન લેશે.
દુબઇમાં બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે દ્રવિડ સાથે બેઠક કરી અને યૂએઇમાં ટી-20 વિશ્વકપ બાદ ભારતીય ટીમના કોચ બનવા માટે રાજી કરી લીધા હતા. આમ હવે રવિ શાસ્ત્રીયુગનો અંત આવશે અને રાહુલ દ્રવિડ તેમને રિપ્લેસ કરશે. તે 2023 સુધી ટીમ ઇન્ડિયાના કોચ રહેશે.
દ્રવિડના હવાલાથી બીસીસીઆઇએ જણાવ્યું હતું કે રવિ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ભારતીય ટીમે ઘરઆંગણે તથા વિદેશમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. આગામી બે વર્ષમાં કેટલીક મેગા ઇવેન્ટ્સ છે જેમાં ટીમ સારો દેખાવ કરે તેવા અમારા પ્રયાસ રહેશે.
દ્રવિડ હાલમાં બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીના અધ્યક્ષ છે. આ વિશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ટૉપ અધિકારીએ આઇપીએલ ફાઇનલ બાદ જણાવ્યું હતું,‘રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ બનશે. તેઓ ખુબ જ જલ્દી એનસીએ ચીફ પદેથી રાજીનામું આપશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)