Home News રાહુલ ગાંધીને મળ્યો “લાંબો બ્રેક”; સોનિયા ગાંધીની બિમારીને કારણે રાહુલે ED પાસે...

રાહુલ ગાંધીને મળ્યો “લાંબો બ્રેક”; સોનિયા ગાંધીની બિમારીને કારણે રાહુલે ED પાસે માગ્યો સમય, હવે સોમવારે થશે પૂછપરછ!

Face Of Nation 18-06-2022 : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસનેતા રાહુલ ગાંધીની હવે સોમવારે પૂછપરછ થશે. રાહુલ ગાંધીએ અરજી કર્યા પછી પૂછપરછ 3 દિવસ પાછી ઠેલવામાં આવી છે. રાહુલ ગાંધીને શુક્રવારે પણ પૂછપરછ માટે પાછા જવાનું હતું, પરંતુ સોનિયા ગાંધીની ખરાબ તબિયતને કારણે શુક્રવારથી રવિવાર સુધી પૂછપરછ કેન્સલ રાખવામાં આવી છે. તો બીજીતરફ હકીકતમાં સોનિયા ગાંધીની શ્વાસનળીના નીચેના ભાગમાં ફંગલ ઈન્ફેક્શન થયું છે. એને કારણે ગુરુવારે તેમની તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી, તેથી ED રાહુલને સોમવારે પૂછપરછ માટે નવો સમન્સ જાહેર કરશે.
સોનિયા ગાંધી 12મી જૂનથી હોસ્પિટલમાં એડમિટ
સોનિયા ગાંધીને શ્વાસનળીમાં સંક્રમણ થયું છે. આ માહિતી કોંગ્રેસે શુક્રવારે જાહેર કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમૈયાએ કહ્યું હતું કે કોરોના થયા પછી સોનિયા ગાંધીના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. ત્યાર પછી 12મી જૂને તેમને દાખલ કરવામાં આવ્યાં છે. હવે પાર્ટીના જનરલ સેક્રેટરી રમેશે જણાવ્યું હતું કે, શ્વાસનળીના નીચેના ભાગમાં ફંગલ ઈન્ફેક્શન થયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).